બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:01 PM, 13 December 2024
ભારતના જાણીતા હીરાના કારીગરોએ 35,000 મિનિટ મહેનત કરીને ભારત દેશના આકારમાં નિર્માણ કર્યું છે. આ હીરાની વિશેષતા એ છે કે તે દેશની એકતા, સુંદરતા અને સ્થાયી ચમકને દર્શાવે છે. પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીને એક વિશેષ સન્માનના રૂપમાં 2.120 કેરેટનો કુદરતી હીરો, 'નવભારત રત્ન' આપવામાં આવ્યું. આ અદ્વિતીય હીરો ભારતના ઉજ્જવળ ભવિષ્યનું પ્રતિક છે, જે એક નવા અધ્યાયની શરૂઆત દર્શાવે છે.
ADVERTISEMENT
હીરામાં ભારતના નકશાની કોતરણી
ADVERTISEMENT
આ બેહતરીન કૃતિ ભારતના હીરાના પૉલિશીંગ અને કોતરણીની કળાને વૈશ્વિક ફલક પર નેતૃત્વ કરે છે તે દેખાય છે. આ એક રજિસ્ટર્ડ ઇનોવેશન છે જે ના ફક્ત એક હીરો છે પરંતુ વધતાં ભારત અને આધુનિક ભારતની યાત્રાનું પ્રતિક છે. શ્રીરામકૃષ્ણ એક્સપોર્ટના સ્થાપક ગોવિંદ ધોળકિયાએ હાલમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આ ભેટમાં આપ્યું છે .
'નવભારત રત્ન' અમૂલ્ય છે
ગોવિંદભાઈ ધોળકિયાએ કહ્યું કે , " નવભારત રત્નની વિશેષતા એ છે કે તે એક જ કુદરતી હીરા પર કટિંગ કરીને ભારતનો નકશો બનાવ્યો છે. મારા ઘરની યુવા પેઢી મને છે કે નરેન્દ્ર મોદી દેશના રત્ન છે માટે અમે આ 2.12 કેરેટનો હીરો તેમને ભેટમાં આપવાનું વિચાર્યું છે. આ હીરાની કોઈ કિંમતના લગાવી શકે કારણકે તે ભારતનું પ્રતિક છે માટે તે અમૂલ્ય છે."
1 કરોડથી વધુ લોકોને મળ્યું છે કામ
નેચરલ ડાયમંડ કાઉન્સિલ ( NDC) એ લોકો માટે ' ઓન્લી નેચરલ ડાયમંડ' પ્લેટફોર્મના માધ્યમથી કામ કરે છે. એનડીસીના મેમ્બર ચાર મહાસાગરો અને દસ દેશોમાં કાર્યરત છે, જેમાં કેનેડા, દક્ષિણ આફ્રિકા જેવા દેશોનો સમાવેશ થાય છે અને આમાં 10 મિલિયન એટલે કે 1 કરોડથી વધુ કર્મચારીઓ જોડાયેલા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT