બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / Surat DEO's initiative to prevent student suicide
Dharmishtha
Last Updated: 10:44 AM, 15 November 2019
ADVERTISEMENT
વિદ્યાર્થીઓ કયાં કારણોસર આપઘાત કરે છે
હાલમાં જ NCRB દ્વારા 2016માં વિદ્યાર્થીઓનાં આપઘાતનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં ગુજરાતમાં વર્ષ 2016માં 556 વિદ્યાર્થીઓના આપઘાત કર્યો છે જેમાંથી 301 વિદ્યાર્થીઓ અને 255 વિદ્યાર્થિનીઓના આપઘાત કર્યો હતો. NCRBનાં રિપોર્ટ મુજબ પરીક્ષામાં નિષ્ફળતા,પારિવારિક પ્રશ્નો, માનસિક નબળાઈ, વિજાતીય આકર્ષણનાં પ્રશ્નો, ખરાબ અને ખોટી સંગત, ઘાતક વીડિયો ગેમની લત સહિતનાં કારણોને લીધે વિદ્યાર્થીઓ આપઘાત કરે છે.
ADVERTISEMENT
વાલીઓને પત્ર લખવા આયાર્યોને DEOનું સૂચન
NCRB ને ગંભીરતાથી લઈને DEO દ્વારા એક પરિપત્ર જાહેર કરાયો છે. DEO દ્વારા શહેરનાં દોઢ લાખ વાલીઓને પત્ર મોકલવામાં આવશે. પરીક્ષા સર્વસ્વ નહી હોવાને લઈને શિક્ષણ વિભાગ દ્વારા પત્ર લખવામાં આવશે. આ પરિપત્રમાં વાલીઓને વિદ્યાર્થીઓનું પ્રોત્સાહન વધારવા માટે અપીલ કરાશે. સાથે જ શાળાનાં આચાર્ય, વાલીઓ અને વિદ્યાર્થીઓને પત્ર લખશે. બોર્ડની પરીક્ષા પહેલાં આચાર્યોને પત્ર લખવા સૂચનાં આપવામાં આવી છે.
DEOએ પરીપત્રમાં શું લખ્યું
DEOએ પરીપત્રમાં જણાવતાં શિક્ષણ વિભાગને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે અપીલ કરી છે. તેમણે કહ્યું કે પરીક્ષા સર્વસ્વ નથી. પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓ હતાશા અનુભવતા હોય છે. તેમજ વાલીઓને પણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કરવા અપીલ કરી છે. સાથે સાથે આચાર્યોને સૂચન કર્યું છે કે શિક્ષણ બોર્ડની પરિક્ષા પહેલાં વિદ્યાર્થીઓને તથા વાલીઓને પત્ર લખી પ્રોત્સાહીત કરે.
NCRBનો રિપોર્ટ ચોંકાવનારો
ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીઓના આપઘાત મામલે NCRBના ચોંકાવનારા હતાં. NCRB 2016નાં રિપોર્ટ મુજબ કુલ 7735 લોકોએ આપઘાત કર્યો છે. જેમાંથી ગુજરાતનાં 556 વિદ્યાર્થીઓએ પોતાનું જીવન ટુંકાવી દીધુ છે. દેશમાં 2016ના વર્ષમાં 9 હજારથી વધુ વિદ્યાર્થીઓના આપઘાત કર્યો છે. વિદ્યાર્થીઓના આપઘાતમાં મહારાષ્ટ્ર સૌથી મોખરે છે. જ્યારે ગુજરાત પણ ટોપ સિક્સમાં છઠ્ઠા નંબર પર છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.