બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / ખાનગી સ્કૂલ વાનમાં બાળકોને શાળાએ મૂકતાં વાલીઓ એલર્ટ, DEOએ જણાવી સ્કૂલ અને વાલીની જવાબદારીઓ

સુરત / ખાનગી સ્કૂલ વાનમાં બાળકોને શાળાએ મૂકતાં વાલીઓ એલર્ટ, DEOએ જણાવી સ્કૂલ અને વાલીની જવાબદારીઓ

Last Updated: 05:40 PM, 12 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat News: સુરત જિલ્લા શિક્ષણ અધિકારી, ટ્રાફિક પોલીસ, RTO દ્વારા તમામ આચાર્યો-સંચાલકો સાથે મીટીંગ કરી. જે બાદ તેમણે જણાવ્યું કે, શાળા દ્વારા જાગૃતિના ભાગરૂપે વાલીઓ પાસે ફોર્મ ભરાવાઈ રહ્યા છે

સુરતમાં સ્કૂલ વાનમાં બાળકોને મોકલવા મામલે સેલ્ફ ડિક્લેરેશનના ફોર્મનો મુદ્દો ચર્ચાસ્પદ બન્યો હતો. ત્યારે હવે DEO ભગીરથસિંહ પરમારનું સ્પષ્ટતા કરતું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, શાળા દ્વારા વાલીઓને સેલ્ફ ડિક્લેરેશનના ફોર્મ ભરાવાઈ રહ્યા છે. જેમાં જણાવ્યું છે કે, ખાનગી સ્કૂલ વાનમાં મોકલનાર બાળકની જવાબદારી વાલીઓની જ રહેશે પરંતુ તે ફોર્મ વાલીઓમાં જાગૃતતા આવે તેના માટે ભરાવવામાં આવી રહ્યાં છે.

સેલ્ફ ડિક્લેરેશનના મુદ્દે DEOનું નિવેદન

સુરત જિલ્લા શિક્ષણ, ટ્રાફિક પોલીસ, RTO દ્વારા તમામ આચાર્યો-સંચાલકો સાથે મીટીંગ કરી હતી. જે બાદ DEOએ જણાવ્યું કે, શાળા દ્વારા જાગૃતિના ભાગરૂપે વાલીઓ પાસે ફોર્મ ભરાવાઈ રહ્યા છે. શાળાની વાન કે બસની જવાબદારી શાળાની જ રહેશે. મિટિંગમાં સ્કૂલ વાન બાબતના નિયમો જણાવવામાં આવ્યા હતા.

વાંચવા જેવું: નમો લક્ષ્મી યોજનાનું ગુજરાતમાં સફળ અમલીકરણ, આટલી વિદ્યાર્થિનીઓ થઈ રજીસ્ટર, જાણો યોજના વિશે

'શાળાના વ્હિકલમાં શાળાની જવાબદારી'

વધુમાં કહ્યું કે, સ્કૂલ વાન, બસ અને વ્હિકલ શાળાનું હશે તો જ શાળાની જવાબદારી રહેશે અને ખાનગી સ્કૂલ વાન હોય પરંતુ શાળા સંચાલન કરતી હોય તો તેની જવાબદારી પણ શાળાની જ રહેશે. ખાનગી સ્કૂલ વાન શાળાએ બાળકોને મૂકવા આવતી હશે તો તેની જવાબદારી વાલીઓની જ રહેશે

સંકળાયેલા મુદ્દાઓ

Surat DEO Statement Self Declaration Issue Surat News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ