બ્રેકિંગ ન્યુઝ
Gayatri
Last Updated: 04:14 PM, 4 March 2021
ADVERTISEMENT
સુરત શહેરમાં એક જ દિવસમાં હત્યાની બે ઘટના બની છે. ઉમરા અને સચિન વિસ્તારમાં હત્યાના બનાવ બન્યા છે. ઉમરામાં જુગાર રમતા યુવાનો વચ્ચેના ઝગડામાં યુવકનો જીવ લેવાયો છે. મિત્રને માર મારતા છોડાવવા ગયેલા યુવકનું ચપ્પુના ઘા ઝીંકતા મૃત્યુ નિપજ્યું છે.
ADVERTISEMENT
જ્યારે સચિન વિસ્તારમાં 20 રૂપિયાની લેતી દેતીમાં યુવકને પહેલા માળથી નીચે ફેંકી દેતા તેનું મૃત્યુ નિપજ્યું છે. દારૂના નશામાં બે મિત્રો વચ્ચે ઝગડો થયો. જેમાં એક મિત્રએ બીજા મિત્રને ધક્કો મારતા તે નીચે પટકાયો હતો.
ગુજરાત વિધાનસભામાં રજૂ કરવામાં આવેલ આંકડામાં પણ સુરત હત્યા અને આત્મહત્યા મામલે નંબર વન પર છે. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા છેલ્લાં 2 વર્ષ દરમિયાન રાજ્યમાં ગુનાખોરી અંગેના પુછાયેલા પ્રશ્નોમાં સરકારે માહિતી આપી હતી
હત્યા-આત્મહત્યામાં સુરત નંબર વન
શહેર | હત્યા | આત્મહત્યા | લૂંટ | દુષ્કર્મ |
સુરત | 280 | 2151 | 253 | 465 |
અમદાવાદ | 211 | 1803 | 479 | 620 |
રાજકોટ | 118 | 1395 | 56 | 203 |
વડોદરા | 89 | 765 | 75 | 204 |
કુલ | 698 | 6114 | 863 | 1492 |
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.