બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / Surat CPs big revelations on 200 crore GST scam
Mahadev Dave
Last Updated: 05:21 PM, 7 November 2022
ADVERTISEMENT
સુરતની ઇકો સેલ દ્વારા રાજ્યમાં સૌથી મોટા જીએસટી કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. જેમાં સુરત ઉપરાંત રાજ્યના અનેક શહેરોમાંથી 200 કરોડથી વધુનું જીએસટી ચોરીનું કૌભાંડ સામે આવતા હાહાકાર મચી જવા પામ્યો હતો. ત્યારે આ 200 કરોડના GST કૌભાંડનો મામલે સુરત પોલીસ કમિશનર અજય તોમરએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે માહિતી આપી હતી.
ADVERTISEMENT
આલમ શેખ, સુફિયન કાપડિયા, ઉસ્માન બગડા મુખ્ય સુત્રધાર છે
જેમાં તેમણે જણાવ્યું કે બોગસ બિલિંગની બાતમીને લઇને સુરત પોલીસ દ્વારા સુરત, ભાવનગર, અમદાવાદ, મોરબી અને રાજકોટ સહીતના શેહરોમાં 'ઓપરેશન GST' ના નામે દરોડા પાડી તાપસ હાથ ધરવામાં આવી હતી. આમ તપાસમાં અત્યાર 1260 બોગસ બિલિંગ થકી 170 કરોડનો ઇનપુટ ક્રેડિટ મેળવી સરકારને ચૂનો ચોપડયો હોવાનું સામે આવ્યું છે. વધુમાં DGVCL અને ટોરેન્ટોના બોગસ બિલિંગ કરીને કૌભાંડ કરવામાં આવ્યું હોવાનું પણ ઉઘાડું પડ્યું છે. આલમ શેખ, સુફિયન કાપડિયા, ઉસ્માન બગડા આ પ્રકરણના મુખ્ય સુત્રધાર છે. જેમાં કુલ 14 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
16 લેપટોપ 25 મોબાઇલ કબ્જે કરવામાં આવી
આ આરોપીઑ પાસેથી16 લેપટોપ 25 મોબાઇલ, બે હાર્ડ ડિસ્ક 24 ATM કાર્ડ રબર સ્ટેમ્પ 69 કબ્જે કરાયા હોવાનું અજય તોમરએ જણાવ્યું હતું. તમામ પેઢીમાં ડમી વ્યકિતઓના નામ, ફોટાનો ઉપયોગ કરી નકલી પેઢીના નામે GST નંબર મેળવ્યો હોવાનું જણાય આવ્યું હતું. ઇકોસેલ દ્વારા સુરતથી ઝડપી પાડેલ આઠ જેટલી ડમી કંપનીઓની ખરાઈ કર્યા બાદ તેની તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે ડમી પેઢીઓના નામે GST લાયસન્સ મેળવવામાં આવ્યું હતું. ડમી પેઢીઓના નામે બેંક એકાઉન્ટ ખોલાવી સરકાર સામે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરવામાં આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
Mahadev Dave is a journalist with VTV Gujarati
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.