સુરતની કોર્ટે નિરવ મોદીને કર્યો ભાગેડૂ જાહેર, 15 નવેમ્બર સુધીમાં હાજર થવાના આદેશ

By : hiren joshi 04:38 PM, 11 October 2018 | Updated : 04:38 PM, 11 October 2018
સુરતઃ કરોડો રૂપિયાનું કૌભાંડ આચરીને વિદેશમાં બેઠેલા નિરવ મોદીને કસ્ટમ વિભાગે હાજર રહેવા આદેશ કર્યો છે. કસ્ટમ વિભાગે સુરતમાં 3 યુનિટમાં કરોડોના ડાયમંડના કરોડોના ઓવર વેલ્યુએશન મામલે નિરવ મોદીને કસ્ટમ વિભાગે 15 નવેમ્બર સુધી હાજર થવા આદેશ કર્યો છે.

સુરતની કોર્ટે હીરા વેપારી નીરવ મોદીને ટેક્સ ચોરીના એક મામલે ભાગેડુ જાહેર કર્યો. DRIએ હીરાની આયાત પર લાગનાર કસ્ટમ્સ ડ્યૂટીની કથિત ચોરી કરવાને લઇને તેના વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

મુખ્ય જજ મેજિસ્ટ્રેટે ડિસેમ્બર 2014માં ડીઆરઆઇની મુંબઇના સ્થાનિક એકમ દ્વારા નીરવ મોદી વિરૂદ્ધ કેસ દાખલ કરાવવાના મામલે હીરા વેપારીને ભાગેડુ જાહેર કર્યો. ડીઆરઆઇ અનુસાર, સુરતમાં સ્થિત નીરવ મોદીની કંપનિઓ કથિતરીતે કસ્ટમ ડ્યૂટીની ચોરી સાથે સંકળાયેલ હતી.Recent Story

Popular Story