દુષ્કર્મ કેસ / નારાયણ સાંઇને લઇને આજે સુરત કોર્ટ આપી શકે છે મહત્વનો ચુકાદો

Surat court can give important verdict on Narayan Sai in today

આશારામનાં પુત્ર નારાયણ સાંઈ વિરૂદ્ધ દુષ્કર્મ કેસમાં આજે સુરતની કોર્ટ ચૂકાદો આપી શકે છે. છેલ્લાં 64 મહિનાથી લાજપોર જેલમાં બંધ નારાયણ સાંઈ મામલે આજે ચુકાદો આવે તેવી શક્યતાઓ છે. મહત્વનું છે કે, સુરતની યુવતી સાથે દુષ્કર્મ આચર્યાની જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં 6 ઓક્ટોબર 2013નાં રોજ ફરિયાદ નોંધાઈ હતી. જેને લઈને 4 ડિસેમ્બર 2013નાં રોજ હરિયાણાનાં કુરુક્ષેત્રમાંથી નારાયણ સાંઈની ધરપકડ કરવામાં આવી હતી અને છેલ્લાં સાડા પાંચ વર્ષથી તેની સામે કેસ ચાલી રહ્યો છે. આ પૂર્વે કોર્ટમાં તમામ સાક્ષીઓને સાંભળવામાં આવ્યાં હતાં.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ