બ્રેકિંગ ન્યુઝ
vtvAdmin
Last Updated: 08:51 PM, 13 May 2019
સ્ત્રી તરીકે પોતાનું અસ્તિત્વ હોવું અને માતૃત્વની ઝંખના ન હોવી એ સંયોગ ભાગ્યે જ જોવાં મળે છે. દુનિયાની મોટા ભાગની સ્ત્રીઓને માતૃત્વની ઝંખના તો હોય જ છે. પરંતુ ક્યારેક કેટલીક કુદરતદત્ત શારીરિક મર્યાદાનાં કારણે કોઈ સ્ત્રીને માતૃત્વની ઝંખના હોવા છતાં તે માતા બની શકતી નથી. પરંતુ આધુનિક વિજ્ઞાને કુદરતને પણ પડકાર આપીને સંતાન ઈચ્છુક મહિલાઓ માટે માતૃત્વ ધારણ કરવાનાં દ્વાર ખોલી આપ્યાં છે અને વિજ્ઞાનની આ શોધને કેટલીક મહિલાઓએ પોતાનાં સ્ત્રી બીજનાં દાન કરીને માતૃત્વનાં વરદાનથી સમૃદ્ધ બનાવી છે.
ADVERTISEMENT
લગ્ન બાદ યોગ્ય ઉંમરે માતા બનવાનું સ્વપ્ન દરેક સ્ત્રીઓને હોય છે અને તેની આ ઈચ્છા જ આ ધરતીને માનવ વસ્તીથી હરીભરી રાખે છે. પરંતુ કેટલીક વાર કેટલીક શારીરિક મર્યાદાઓને કારણે કેટલીક સ્ત્રીઓ માતૃત્વ ધારણ કરી શકતી નથી. જયારે હજુ એક દિવસ પહેલાં આંતરરાષ્ટ્રીય મધર્સ ડે ઊજવાઈ ગયો છે તેનાં પછવાડે માતૃત્વની ઝંખનાને સાકાર કરનાર વિજ્ઞાનનાં આશીર્વાદ તરફ પણ એક દ્રષ્ટિ નાંખવાનું મન થાય જ છે.
માતૃત્વ ધારણ કરવા માટે કેટલીક શારીરિક મર્યાદાથી મુંઝાતી મહિલાઓ માટે આશાનું કિરણ સ્ત્રી બીજ ડોનેશન અને તેની દાતા મહિલાઓ જ હોય છે. ત્યારે જો સુરતની વાત કરીએ તો આજકાલ આ શહેરમાં કેટલીક મહિલાઓ સહિત કોલેજિયન યુવતીઓ પણ સ્ત્રી બીજનાં ડોનેશન દ્વારા મહિલાઓમાં માતૃત્વ ધારણ કરવા પ્રોત્સાહનરૂપ બની રહી છે.
ADVERTISEMENT
સુરતમાં મહિલાઓ અને કોલેજિયન યુવતીઓ સ્ત્રી બીજનાં દાન દ્વારા અન્ય મહિલાઓ માટે માતૃત્વનાં આશીર્વાદરૂપ બની રહી છે. જો કે, આ યુવતીઓ પૈસા માટે ભલે આ કામ કરી રહી હોય તો પણ કોઈ અન્ય સ્ત્રીમાં ફળદ્રુપતાનું આરોપણ કરવાથી તેનું આ પહેલું મૂલ્ય આંકી શકાય તેમ નથી અને આવી દાતા મહિલાઓનાં કારણે જ સુરતમાં ઈન્ટ્રાવિનસ ફર્ટિલિટી સેન્ટર નિઃસંતાન મહિલાઓ આશાઓનું કેન્દ્ર બન્યાં છે.
મહિલાઓ અને કોલેજીયન યુવતિઓ દ્વારા દાન કરવામાં આવેલાં સ્ત્રી બીજને માતૃત્વ ધારણ ન કરી શકતી મહિલાઓમાં આઇવીએફ સીસ્ટમથી ગર્ભાશયમાં મૂકીને માતા બનાવવામાં આવે છે એટલે કે બીજી મહિલા અથવા યુવતિનું સ્ત્રી બીજ ધારણ કરીને પણ માતા બનવા માટેના રસ્તા હવે ખુલ્લાં છે ત્યારે સુરતમાંથી દર વર્ષે 200થી વધુ ડોનરો પોતાનું સ્ત્રી બીજ આપવા માટે આવે છે જેમાંથી 150 જેટલી સ્ત્રીઓ માતૃત્વ ધારણ કરી લે છે.
જો કે, સ્ત્રી બીજનાં ડોનેશન દ્વારા મળતા નાણામાંથી કેટલીક મહિલાઓનાં ઘરનું ગુજરાન પણ ચાલે છે. તો કેટલીક કોલેજિયન યુવતીઓ પોતાનાં નાના મોટા હાથખર્ચને પહોંચી વળવા પણ પોતાનું સ્ત્રી બીજ ડોનેટ કરતી હોય છે. કારણ ગમે તે હોય પણ ખરેખર પોતાનાં બીજ થકી બીજી સ્ત્રીની માતૃત્વની ઝંખના સાકાર કરવી તે પ્રશંસનીય અને વંદનીય કામ તો કહી જ શકાય.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.