બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / Surat Civil Hospital child Exchange Blame

સુરત / સિવિલમાં બાળક અદલા-બદલીના આક્ષેપ બાદ બાળકીનો કબજો મેળવ્યો

vtvAdmin

Last Updated: 02:19 PM, 17 May 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતની નવી સિવિલ હોસ્પિટલના એનઆઈસીયુ વોર્ડમાં સારવાર માટે દાખલ કરાયેલા બાળકને બદલીને તેની જગ્યાએ બાળકી મુકી દેવાઈ હોવાનો આક્ષેપ કરનાર દંપતી બાળકીને સિવિલમાં જ તરછોડી પલાયન થઈ ગયું હતું. બનાવ અંગે તબીબે પોલીસને જાણ કરતા પોલીસે તપાસ શરૂ કરી હતી.

જોકે, માતા-પિતાની મમતા જાગી હોય તેમ સામેથી બંને સિવિલ હોસ્પિટલ આવ્યા હતા. પાંડેસરા મહાદેવ નગર ખાતે રહેતા નૈનાબેન રાજેશ પટેલની બુધવારના રોજ સાંજે પાંડેસરા વિસ્તારમાં આવેલી હોસ્પિટલમાં પ્રસૂતિ થઈ હતી. નવજાત બાળકની તબિયત નાજુક હોવાથી હોસ્પિટલના તબીબે નવજાતને સિવિલ હોસ્પિટલમાં રીફર કર્યુ હતું.

સિવિલ હોસ્પિટલમાં એનઆઈસીયુ વોર્ડમાં નવજાત બાળકને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું હતું. ત્યાર બાદ ગુરૂવારે સવારે બાળક બદલી તેની જગ્યાએ બાળકી મુકી દેવાઈ હોવાનો નૈના અને રાજેશે આક્ષેપ કર્યો હતો અને હોબાળો મચાવ્યો હતો. જેથી મામલો પોલીસમાં પહોંચ્યો હતો. બનાવની જાણ થતા પાંડેસરા પોલીસ સિવિલ હોસ્પિટલ દોડી આવી હતી.

જે હોસ્પિટલમાં પ્રસૂતિ થઈ તે લવલી હોસ્પિટલના તબીબે નૈનાબેને બાળકીને જ જન્મ આપ્યો હોવાનો દાવો કર્યો હતો અને નૈનાબેન તેમજ રાજેશભાઈને ગેરસમજ થઈ હોવાનું પણ જણાવ્યું હતું. જેનો રિપોર્ટ એક મહિનો પછી આવવાનો હતો. જોકે રિપોર્ટ આવે તે પહેલા જ રવિવારે રાત્રે નૈના અને રાજેશ બાળકીને સિવિલના એનઆઈસીયુ વોર્ડમાં જ તરછોડી પલાયન થઈ ગયા હતા. દંપતી બાળકીને તરછોડી ગયા હોવાની જાણ થતા તબીબોએ પોલીસને જાણ કરી હતી. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Civil Hospital Gujarat News Hospital child surat surat
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ