બ્રેકિંગ ન્યુઝ
Malay
Last Updated: 03:36 PM, 24 December 2022
ADVERTISEMENT
31મી ડિસેમ્બરને લઈને સુરત પોલીસ હવે એલર્ટ થઈ ગઈ છે. ત્યારે સુરતના ઉમરા અને વેસુ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પોલીસ દ્વારા એક કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સ્પોર્ટ્સ બાઈક લઈને રસ્તા પર સ્ટંટ કરતા, આ ઉપરાંત જોખમી રીતે વાહન ચલાવતા યુવાનો સામે પોલીસે લાલ આંખ કરી હતી અને કોમ્બિનગ દરમિયાન 125 કરતા વધુ વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરાયું
સુરતના ઉમરા અને વેસુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ જંકશન પર સુરત પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. DCP, ACP અને પોલીસ સ્ટેશનના PI, PSI સહિતના અધિકારીઓ પણ આ કોમ્બિંગમાં જોડાયા હતા. ધૂમ સ્ટાઇલમાં વાહન ચલાવનાર, ત્રિપલ સીટમાં વાહન ચલાવનારા અને ઓવર સ્પીડમાં વાહન ચલાવનાર યુવાનો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.
125 કરતા વધુ વાહનો જપ્ત
આ કોમ્બિંગ દરમિયાન પોલીસ દ્વારા 125 કરતા વધુ વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. વેસુ અને ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારના કારગીલ ચોક, વાય જંકશન, સફલ સ્કવેર, અઠવાલાઇન્સ સહિતના અલગ અલગ જંક્શન પર આ કોમ્બિંગની કામગીરી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી. પોલીસના આ કોમ્બિંગ દરમિયાન વાહન ચેકિંગની કામગીરી સમયે કેટલાક ઈસમો પાસેથી અલગ-અલગ હથિયારો પણ મળી આવ્યા હતા.
પોલીસ દ્વારા લોકોને કરાયું આ સૂચન
જેથી પોલીસે આ ઈસમો સામે પણ કાર્યવાહી શરૂ કરી છે. તો સુરત શહેર પોલીસ દ્વારા લોકોને પણ સૂચન કરવામાં આવ્યું છે કે, 31 ડિસેમ્બરની ઉજવણી જ્યારે શહેરમાં થવાની છે ત્યારે જો કોઈ પણ લોકો 31 ડિસેમ્બરની ઉજવણી કરવાના હોય તો તેઓ શાંતિમય રીતે 31 ડિસેમ્બરની ઉજવણી કરે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT