બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / સ્વચ્છતા સર્વેક્ષણમાં ફરીથી ભારતમાં વાગ્યો ગુજરાતનો ડંકો, જાણો હવે કયા શહેરને મળ્યું પ્રથમ સ્થાન

સિદ્ધિ / સ્વચ્છતા સર્વેક્ષણમાં ફરીથી ભારતમાં વાગ્યો ગુજરાતનો ડંકો, જાણો હવે કયા શહેરને મળ્યું પ્રથમ સ્થાન

Last Updated: 01:06 PM, 4 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્વસ્થ વાયુ સર્વેક્ષણમાં સુરત ફરી પ્રથમ ક્રમે આવતા મનપા કમિશ્નરે પ્રજાજનોને અભિનંદન પાઠવ્યા હતા. તેમજ આગામી સમયમાં આ સ્થાન જાળવી રાખવા લોકોને અપીલ કરી હતી.

સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં સુરત શહેર દેશમાં પ્રથમ ક્રમે આવવા પામ્યું છે. સર્વેક્ષણમાં સુરત શહેરને 200 માંથી 194 માર્ક્સ મળ્યા છે. એર ક્વોલિટી માટે સુરત મહાનગર પાલિકાની પ્રશંસનીય કામગીરી કરી છે. ત્યારે બાંધકામ માટે ગાઈડ લાઈન અને ડિમોલેશનની કડક કામગીરીની અસર જોવા મળી રહી છે. સ્વચ્છતા વાયુનાં હેતુ સાથે તંત્રએ વિવિધ વિભાગો સાથે રાખી ચોક્કસ કામગીરી કરી છે.

200 માંથી 194 માર્ક્સ મેળવીને સુરત પ્રથમ ક્રમે

સમગ્ર દેશમાં ડાયમંડ તેમજ ટેક્સટાઈલ માર્કેટ તરીકે ખ્યાતી મેળવેલ સુરત શહેર શહેરે ફરી એક વખત સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. ત્યારે ભારત સરકારનાં સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં સુરત પ્રથમ સ્થાને છે. 200 માંથી 194 માર્ક્સ મેળવીને સુરત પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. ઈલેક્ટ્રીક, વ્હીકલ, કન્સ્ટ્રક્શન અને ડિમોલેશન માટે ગાઈડ લાઈન બહાર પાડવાનાં કારણે એર ક્વોલીટીમાં સારી અસર જોવા મળી હતી. પાલિકાએ વાયુ સર્વેક્ષણમાં પ્રથમ સ્થાન મેળવવા પાલિકાનાં અલગ-અલગ વિભાગો સાથે સંકલન કર્યા હતા. તેમજ ડ્રાઈવ યોજી શહેરમાં એર ક્લોવીટી સારી રહે આ માટે કવાયત હાથ ધરાઈ હતી.

વધુ વાંચોઃ ઘરમાં કબાટ ખોલતા જ કપડા નીચે પડે છે? આ ટિપ્સ આપશે ઝંઝટમાંથી મુક્તિ

સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2024 માં પ્રથમ ક્રમે આવ્યુંઃ શાલીની અગ્રવાલ (મનપા કમિશ્નર)

મનપાનાં કમિશ્નર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, સુરત શહેર સમગ્ર ભારત દેશમાં સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2024 માં પ્રથમ ક્રમે આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વ હેઠળ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં માર્ગદર્શન હેઠળ સુરત શહેરને આ સિદ્ધિ મળેલ છે. સુરત શહેર સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે આવ્યું છે. ત્યારે સુરત શહેરનાં લોકોને ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન પાઠવું છું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

clean air survey Surat News achieved first rank
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ