બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / ભાજપ નેતા નીતિન ભજીયાવાળાએ તંત્રનો કાઢ્યો ઘાણવો, જોખી જોખીને દબાણ વિશે બોલ્યા
Last Updated: 09:25 PM, 8 June 2024
સુરત શહેરની ચૌટા બજારમાં ગેરકાયદે દબાણો મુદ્દે પૂર્વ શહેર ભાજપ પ્રમુખ નીતિન ભજીયાવાળાએ તંત્ર પર ગંભીર આક્ષેપ કર્યા છે. નીતિન ભજીયાવાળાએ VTV NEWS સાથે કરેલી ખાસ વાતચીતમાં જણાવ્યુ કે રાજકોટની ઘટના બાદ પણ સુરતનું તંત્ર ઘોર નિદ્રામાં છે.
ADVERTISEMENT
નીતિન ભજીયાવાળાનો તંત્ર સામે ગંભીર આક્ષેપ
ADVERTISEMENT
SMC કમિશનર અને અધિકારીઓ ચૌટા બજારમાં અકસ્માતની મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા છે. ચૌટા બજારમાં કપડાંની દુકાનમાં આગ લાગતા ફાયરની ગાડીઓ ફસાઈ ગઈ હતી. ફાયરની ગાડી ઘટના સ્થળે સમયસર પહોંચી શકતી નથી. ચૌટા બજારમાં ગેરકાયદે દબાણો અંગે 25 થી વધુ વખત રજૂઆત કરી છે.
વાંચવા જેવું: ગુજરાતભરમાં 15 મોટા વોટરપાર્કમાં સ્ટેટ GSTના દરોડા, ખૂલી પોલમપોલ, આટલા કરોડના શંકાસ્પદ વ્યવહારો
"વારંવાર રજૂઆત કરવા છતાં પરિણામ મળ્યુ નથી"
વધુમાં કહ્યું કે, CM, મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર અને સાંસદને દબાણો દૂર કરવા લેખિતમાં રજૂઆત કરી છે. હું રોજગારીનો વિરોધી નથી. પરંતુ કોઈના જીવ જાય તેવી ઉભી કરાયેલી રોજગારી કેટલી યોગ્ય. ગેરકાયદે દબાણો દૂર કરવામાં નહિ આવે ત્યાં સુધી લડતો રહીશ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT