આ ચોર ગજબ છે ! ચોરી કરતા પહેલા કર્યા દર્શન,જુઓ CCTV

By : kavan 07:31 PM, 13 June 2018 | Updated : 07:31 PM, 13 June 2018
સુરત: વરાછા વિસ્તારમા આવેલા તાડવાડી માતાના મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે. આ મંદિરમાંથી એક શખ્સે ચોરી કરી છે. મંદિરમાં મુકેલી દાન પેટી નહીં તુટતા શખ્સ દાનપેટી લઈને ફરાર થયો હતો અને મંદિરથી દુર જઈને શખ્સે દાનપેટી તોડવાનો પ્રયાસ કર્યો હતો. 

આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. CCTVમાં દેખાઈ રહ્યુ છે કે,આ શખ્સ મંદિરમાં પ્રવેશ કર્યો ત્યારે તેણે માતાજીના દર્શન કર્યા હતા અને ત્યારબાદ મંદિરમાં રહેલી દાનપેટીને તોડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે,આ શખ્સથી દાનપેટી તુટી ન હતી. ત્યારબાદ શખ્સ દાનપેટી લઈને ફરાર થયો હતો અને તેણે મંદિરથી બહાર જઈને પણ દાનપેટી તોડવાનો પ્રયાસ કર્યો હતો.ઉલ્લેખનીય છે કે,આ મામલે વરાછા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં તસ્કર CCTVમાં કેદ થઈ જતાં તેનાં આધારે તપાસ હાથ ધરાઇ હતી. હાલ પોલીસે ચોરી કરનાર આ આરોપીને ઝડપી લેવા માટે તપાસ શરૂ કરી દીધી છે. આ સિવાય શહેરનાં અન્ય મંદિરોમાં પણ થયેલી ચોરીનાં કેસ ન ઉકેલાયાં હોય તે દિશામાં પોલીસે પોતાનાં ચક્રો હવે વધુ ગતિમાન કર્યા છે.Recent Story

Popular Story