બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતમાં પ્રેમ લગ્ન બાદ પરિણીતાનો આપઘાત, પરિજનોનો સાસરિયા પક્ષ પર હત્યાનો આક્ષેપ
Last Updated: 05:19 PM, 23 March 2025
રાજ્યમાં આપઘાતની ઘટનાઓ બેફામ બની રહી છે. નાની નાની વાતમાં જીવન ટૂંકાવવા સુધીનું પગલા ભરતા લોકો જરા પણ અચકાતા નથી. સુરતના ખટોદરા વિસ્તારમાં પરિણીત યુવતીએ આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. જો કે, પરિણીતાની હત્યા કરાઈ હોવાનો પણ આક્ષેપ કરાયો છે ત્યારે સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
પરિણીતાની હત્યા કરાઈ હોવાનો આક્ષેપ
ADVERTISEMENT
સુરતના ખટોદરા વિસ્તારમાં 25 વર્ષીય પરિણીતાએ પ્રેમલગ્ન કર્યા પછી આપઘાત કર્યોની ઘટના બની છે. જો કે, પરિણીતાની હત્યા કરાઈ હોવાનો પણ આક્ષેપ કરાયો છે. સાસરિયા પક્ષના લોકો જાતિવાચક શબ્દો બોલીને ટોર્ચર કરતા હોવાનો આક્ષેપ કરાયો છે ત્યારે આ સમગ્ર મામલે પોલીસે તપાસ શરુ કરી છે.
આ પણ વાંચો: વાલીઓને ચેતવતી ઘટના! સ્કૂલવાન ચાલકે 13 વર્ષની વિદ્યાર્થીની સાથે કર્યા અડપલા
''મારી બહેનને મારીને લટકાવી દીધી''
મૃતકની બહેને આક્ષેપ કરતા કહ્યું કે, ''મારી બહેનને આ લોકોએ મારીને લટકાવી દીધેલી છે, મારી બહેને આપઘાત નથી કર્યો, આ લોકો જાતવાદ કરીને મેન્ટલી ટોર્ચર કરતા હતા. આ લોકોના મોબાઈલ ફોન તેમજ ઘર ચેક કરશો તો બધુ જાણવા મળી જશે મારી બહેને કંઈક સબૂત છોડ્યો જ હશે. વધુમાં કહ્યું કે, મારી બહેનને એ લોકો રસોડામાં પણ ન જવા દેતા તેમજ પંખા અને લાઈટ પણ ચાલુ કરવા ન હતા દેતા, અમારી માંગ છે કે, મારી બહેનને ન્યાય અપાવો''
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.