Surat BJP Worker Cheats Migrants With Rail Tickets Assaults Them
છેતરપીંડી /
સુરતના કથિત ભાજના કાર્યકરે પરપ્રાંતીય કામદાર પાસે ઠગાઈ કરી માર માર્યો; પોલીસે કરી ધરપકડ
Team VTV08:18 PM, 08 May 20
| Updated: 09:09 PM, 08 May 20
દેશમાં ભાજપ સરકારે રાજ્યોને પરપ્રાંતીય કામદારોને તેમના વતન પહોંચાડવા માટે થતો ખર્ચો ઉપાડી લેવાની સુચના આપી છે તેવા દાવા વચ્ચે ભાજપના કથિત કાર્યકર રાજેશ વર્માએ 100 કામદારો પાસેથી ટિકિટના પૈસા લઇને બાદમાં છેતરપીંડી કરી હોવાની ઘટના સામે આવતા હોબાળો મચી ગયો છે.
સુરત મહાનગર ભાજપ અધ્યક્ષનું નિવેદન: રાજેશ વર્મા ભાજપનો કાર્યકર નથી
સુરતમાં રહેતા ભાજપના કથિત કાર્યકર રાજેશ વર્માને સુરત ભાજપે ઝારખંડ રહેતા કામદારોને વતન પાછા મોકલવાની કવાયતમાં વ્યવસ્થા કરવા માટે અને નોંધણી કરવા માટે નીમ્યો હતો તેવા અહેવાલો સામે આવ્યા છે.
Another low from Surat.
A 'BJP Worker' Rajesh Varma duped migrant workers, wanting to go to Jharkhand, by selling them train tickets at 3X rate. No train was supposed to go to J'khand anytime soon. Few days later, when workers went to his office, he resorted to assault.@TheQuintpic.twitter.com/gMq6R9XnlU
રાજેશે 100 જેટલા કામદારો પાસેથી 750 રૂપિયાની ટિકિટના 2000 રૂપિયા પડાવી લીધા હતા. લોકડાઉન વચ્ચે ગમે તેમ કરીને 1 લાખ 40 હજાર રૂપિયા કામદારોએ રાજેશને આપ્યા બાદ રાજેશે તેમને સંપર્ક કરવાનું બંધ કરી દીધું. કામદારો જયારે આ મુદ્દે લીંબાયત વિસ્તારની રાજેશની ઓફિસમાં પૂછપરછ કરી હતી ત્યારે રાજેશે હિંસક વલણ અપનાવ્યું હતું. એક વીડિઓ વાયરલ થયો છે જેમાં એક કામદાર જેના માથામાંથી લોહી નીકળે છે તે આ ઘટના કહી રહ્યો છે.
આ મુદ્દે સુરત મહાનગર ભાજપા અધ્યક્ષ નીતિનભાઈ ભજીયાવાલાએ VTV સાથે વાત કરતા નિવેદન આપ્યું હતું કે' પોલીસે ધરપકડ કરેલ રાજેશ વર્મા નામનો વ્યક્તિ ભાજપાનો કાર્યકર નથી અને ભાજપાએ આવી કોઈ કામગીરી તેને સોંપી નથી.
ACP પરમારે કરી આરોપીની ધરપકડ; કહ્યું કામદારોને પૈસા મળી જશે
નોંધનીય છે કે સુરતમાં કોર્પોરેટર અમિત રાજપૂતના નાના ભાઈ ઉપર પણ આ પ્રકારે કામદારો પાસે પૈસા ઉઘરાવવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે.
શહેરના ACP અભિજીત પરમારે આ ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું હતું કે તેમણે કામદારોને શાંતિથી સમજાવ્યા છે અને ધરપત આપી છે કે તેમને તેમના રૂપિયા પાછા મળી જશે. આ ઉપરાંત રાજેશ વર્માની ધરપકડ કરાઈ છે. આ ઉપરાંત ભાજપના મીડિયા કોઓર્ડીનેટર પ્રશાંત વાળાએ પણ એવું જ નિવેદન આપ્યું હતું કે રાજેશ વર્મા ભાજપનો કાર્યકર નથી.