સુરત / ભાજપના કાર્યકરના નામે GRD જવાનો સાથે રૌફ જમાવ્યો, વીડિયો વાયરલ

સુરત ભાજપના કાર્યકરના નામે વધુ એક વીડિયો વાયરલ થયો છે. સુરત ભાજપના કાર્યકર હસમુખ હિરપરાએ GRD જવાનો સાથે રૌફ જમાવ્યો. હસમુખ હિરપરાનો માણસ કીટની આડમાં માવાના પેકેટ લઈને જઈ રહ્યો હતો. ત્યારે GRD જવાને તેને પકડ્યો હતો. ત્યારબાદ હસમુખ હિરપરા ખુદ ઘટનાસ્થળે પહોંચ્યો. ઉપર સુધી સેટિંગની વાતો કરી અને માણસને પણ રવાના કર્યો..તલાટીની બદલી પોતે કરાવતો હોવાનો દાવો કર્યો. એટલું જ નહીં મીડિયા પણ તેના વિશે કઈ ન છાપતું હોવાનો પાયા વિહોણો દાવો કર્યો.આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ છે.

બ્રેકિંગ ન્યૂઝ