બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / ધંધામાં રોકાણની ફાયદો થશે, કહીને આરોપીઓએ 16 લોકો પાસેથી રૂ. 96.23 લાખ પડાવી લીધા
Last Updated: 09:20 AM, 5 December 2024
Surat Fraud : છેલ્લા કેટલાક સમયથી સામે આવતી છેતરપિંડીની ઘટનાઓ વચ્ચે હવે સુરતથી મોટા સમાચાર સામે આવ્યા છે. પ્રાથમિક વિગતો મુજબ સુરતના ભેસ્તાનમાં ધંધામાં રોકાણની સ્કીમની લાલચ આપીને છેતરપિંડી કરાઇ હોવાનું સામે આવ્યું છે. જેમાં 16 લોકો પાસે 96.23 લાખ રૂપિયાનું રોકાણ કરાવ્યું અને 1ના દોઢ ગણા રૂપિયા કરવાની લાલચ આપી હતી. આ તરફ રોકાણ કરાવ્યા બાદ આરોપીઓએ હાથ ઉંચા કરી દીધા અને 3 આરોપીઓ ઓફિસને તાળું મારીને ભાગી ગયા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT
સુરતના ભેસ્તાનમાં ધંધામાં રોકાણની સ્કીમની લાલચ આપીને છેતરપિંડીની ઘટના સામે આવી છે. વિગતો મુજબ 3 વ્યક્તિઓએ 16 લોકો પાસે 96.23 લાખ રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું. જેમાં 1ના દોઢ ગણા રૂપિયા કરવાની લાલચ આપી હતી.
આ તરફ રોકાણ કરાવ્યા બાદ હાથ ઊંચા કરી 3 આરોપીઓ ઓફિસને તાળું મારીને ભાગી ગયા જતાં લોકોને છેતરાઈ ગયાનું ભાન થયું હતું. આ તરફ ભોગ બનનાર લોકોની ફરિયાદના આધારે ભેસ્તાન પોલીસે 1 મહિલા સહિત 3ની ધરપકડ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.