'ડાયમંડ સિટી સુરત' દુનિયાનું સૌથી ઝડપથી આગળ વધતુ શહેર, 2035 સુધીમાં હશે ટોપ પરઃ રિપોર્ટ

By : hiren joshi 09:31 PM, 06 December 2018 | Updated : 09:31 PM, 06 December 2018
નવી દિલ્હીઃ આગામી થોડા વર્ષોમાં દુનિયાભરમાં સૌથી ઝડપથી આર્થિક પ્રગતિ કરનારા શહેરોમાં ટોપ-10 ભારતના છે. ઓક્સફોર્ડ ઇકોનોમિક્સના રિપોર્ટ્સ અનુસાર, ગ્લોબલ સિટી રિસર્ચમાં ગુજરાતનું ડાયમંડ સિટી સુરત ગ્રોથમાં સૌથી ઉપર છે. 2019થી 2035 વચ્ચે આ શહેરનો સરેરાશ વાર્ષિક ગ્રોથ 9.17 ટકા રહેવાની આશા છે. ત્યાર બાદ બીજા નંબર પર આગ્રા(8.58) અને ત્રીજા નંબર પર બેંગાલુરૂ(8.5) રહેવાની શક્યતાઓ છે.

બે દાયકા સુધી હશે ભારતનું પ્રભુત્વ
ઓક્સફોર્ડ ઇકોનોમિક્સના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 2019થી 2035 સમય દરમિયાન ભારત દુનિયાની અર્થવ્યવસ્થાઓ પર મોટો પ્રભાવ પાડશે. ઓક્સફોર્ડ ગ્લોબલ સિટી રિસર્જના પ્રમુખ રિચર્ડ હોલ્ડના રિપોર્ટમાં લખ્યું છે કે, ગુજરાતનું સુરત શહેર જે હીરાના વેપાર માટે મશૂર છે, તે 2035 સુધીમાં પોતાનો સૌથી વધુ વિસ્તાર કરશે. 

ટોપ-10માં દક્ષિણ ભારતના શહેરો અને 2 ગુજરાતના
રિસર્ચ રિપોર્ટ અનુસાર, 2019થી 2035 વચ્ચે દુનિયામાં સૌથી ઝડપથી આગળ વધનારા શહેરોમાં તમામ 10 શહેર ભારતીય છે. જેમાં પહેલા નંબર પર સુરત, બીજા નંબર પર આગ્રા, ત્રીજા નંબર પર બેંગાલુરૂ, ચોથા નંબર પર હૈદરાબાદ, પાંચમા નંબર પર નાગપુર, છઠ્ઠા નંબર પર ત્રિપુરા, સાતમા નંબર પર રાજકોટ, આઠમાં નંબરે તિરૂચિરાપલ્લી, નવમા નંબરે ચેન્નઇ અને દસમા નંબર પર વિજયવાડા છે.Recent Story

Popular Story