Coronavirus /
સુરત એરપોર્ટ પર આવેલા શારજાહના 48 મુસાફરોમાંથી ત્રણને કોરોનટાઇન સેન્ટરમાં ખસેડાયાં
Team VTV09:37 AM, 19 Mar 20
| Updated: 09:38 AM, 19 Mar 20
ભારત સહિત દુનિયાભરમાં જ્યાં કોરોના વાયરસને કહેર જોવા મળી રહ્યો છે ત્યારે ગુજરાતમાં પણ કોરોનાને લઇને સાવચેતીના પગલા ભરવામાં આવી રહ્યાં છે. ત્યારે ગઇકાલે મોડી રાત્રે શારજાહથી 48 મુસાફરો સુરત ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં તમામ મુસાફરોનું એરપોર્ટ પર સ્ક્રિનિંગ કરાયું હતું.
શારજાહથી મોડી રાત્રે 48 મુસાફરો આવ્યા સુરત
તમામ મુસાફરોનુ એરપોર્ટ પર સ્ક્રિનિંગ કરાયું
60 વર્ષથી વધુ વયના ત્રણ મુસાફરોને કોરોનટાઇન સેન્ટરમાં ખસેડાયા
પ્રાપ્ત મળતી વિગત અનુસાર સુરત ખાતે ગઇકાલે મોડી રાત્રે શારજાહથી 48 મુસાફરો એરપોર્ટ ખાતે આવી પહોંચ્યાં હતા. જ્યાં સરકારની ગાઇડલાઇન્સ મુજબ તમામ મુસાફરોનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું.
જો કે એક મળતા અહેવાલ મુજબ શારજાહથી આવેલા 48 મુસાફરોમાં 60 વર્ષથી વધુ વયના ત્રણ મુસાફરોને કોરોનટાઇન સેન્ટરમાં ખસેડવામાં આવ્યાં હતા. તંત્ર દ્વારા આ 3 ત્રણ મુસાફરોને હાલ કોરોનટાઇન સેન્ટ્ર ખાતે રાખવામાં આવ્યાં છે. જ્યારે બાકીના મુસાફરોને હોમ કોરોનટાઇ કરાયાં છે.
ઉલ્લેખનીય છે હાલ ગુજરાત સહિત ભારતમાં કોરોના કહેર જોવા મળી રહ્યો છે. ભારતમાં અત્યાર સુધીમાં 170 કોરોના વાયરસના કેસ સામે આવ્યાં છે, જ્યારે અત્યાર સુધીમાં 3 વ્યક્તિના મોત નિપજ્યાં છે. દેશભરમાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે, કોરોનાને લઇ તંત્ર સતર્ક છે અને તમામ જગ્યાઓ પર સેનેટાઇઝેશન કરવામાં આવી રહ્યું છે. જ્યારે કોરોના વાયરસને લઇને શૈક્ષણિક કાર્ય પણ અટવાતું જોવા મળી રહ્યું છે. ગુજરાત સહિત અનેક રાજ્યમાં સ્કૂલ-કોલેજો 29 તારીખ સુધી બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.