બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:35 PM, 6 November 2024
સુરતના સિટી લાઇટ વિસ્તારમાં જીમમાં આગ લાગવાની ઘટના બની છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઓફીસની સામે આવેલા કોમ્પ્લેક્સમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ છવાયો છે. જે ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર ટીમ આગને કાબૂમાં લેવા કામગીરી હાથ ધરી હતી. જે ઘટનામાં 2 મહિલાના મોત થયા છે
ADVERTISEMENT
બે મહિલાના ગુંગળામણને કારણે મોત
ADVERTISEMENT
સિટી લાઇટ વિસ્તારમાં કોમ્પ્લેક્સના ચોથા માળે આવેલી જીમમાં આગ લાગી છે. જેના પગલે વેસુ, મજુરા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. અત્રે જણાવીએ કે, સ્પા અને જીમમાં બે મહિલાઓ ટોયલેટમાં ફસાઈ હતી. જે ટોયલેટમાં ફસાયેલી બંને મહિલાના ગુંગળામણને કારણે મોત થયા છે.
મેયર દક્ષેશ માવાણીનું નિવેદન
સુરતમાં બિલ્ડિંગમાં આગ મામલે મેયર દક્ષેશ માવાણીનું નિવેદન સામે આવ્યું હતુ. જેમાં તેઓએ જણાવ્યું હતુ કે સાંજના સમયે સલુનમાં આગની ઘટના બની હતી. પાંચ લોકો અંદર હતા, ત્રણ લોકોને બચાવી લેવાયા છે. ઘટનામાં બે મહિલાના મોત થયા છે. ત્યારે સમગ્ર ઘટનાને લઇ અધિકારીઓને તપાસની સૂચના આપી દેવામાં આવી છે. તથા ફાયર NOC છે કે નહીં તેની તપાસ કરવા સૂચના આપી છે. આ બનાવમાં જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
એક વ્યક્તિની ધરપકડ કરાઈ
સુરતના મોલમાં આગની ઘટનામાં એક વ્યક્તિની ધરપકડ કરાઈ છે. જીમ અને સ્પાનો સંચાલક દિલશાદ ખાનની પોલીસે અટકાયત કરી છે. દુર્ઘટના સમયે જીમ અને સ્પામાં કુલ 5 વ્યક્તિ હાજર હતા
આ પણ વાંચો: ચોટીલામાં મહંત યુવાનનું અપહરણ કરીને 10 લાખની ખંડણી માગતા ચકચાર, લોખંડથી માર માર્યો
આગ લાગવાનું કારણ સામે આવ્યું નથી
જીમની ઉપર સ્પા પણ ચાલતું હતું. સ્પા અને જીમમાં બે મહિલાઓ ટોયલેટમાં ફસાઈ હતી. જે ટોયલેટમાં ફસાયેલી બંને મહિલાના ગુંગળામણને કારણે મોત થયા છે. આગ લાગવાનું કારણ સામે આવ્યું નથી. મેયર દક્ષેશ માવાણીએ ઘટના સ્થળે પહોંચી અધિકારીઓને તપાસ કરવા સૂચના આપી છે. બેદરકારી જણાશે તો કાયદેસરના પગલાં લેવાશે તેમ પણ મેયર જણાવ્યું છે
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.