સુરત: 14 વર્ષીય સગીરા પર ધાક-ધમકીથી દુષ્કર્મ આચરી બનાવી ગર્ભવતી

By : vishal 04:05 PM, 09 January 2019 | Updated : 04:05 PM, 09 January 2019
સુરતના કડોદરા GIDC પોલીસ સ્ટેશનમાં 14 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. આરોપી મહંમદ સહજાદ અંસારી સામે પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ થઈ છે. મળતી માહિતી મુજબ આરોપી મહંમત અંસારીએ 5 માસ પહેલા ધાક ધમકી આપી અનેક વખત સગીરા સાથે આરોપીએ બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું. 

5 મહિના બાદ સગીરા બીમાર થતા તેના ભાઇએ તપાસ કરાવી હતી, ત્યારે આ સમગ્ર મામલો સામે આવ્યો હતો. સગીરાની તપાસમાં 5 માસનો ગર્ભ હોવાનું ખુલ્યું છે. આ મામલે આરોપીની સાથે આરોપીના ભાઈ સામે પણ શારીરિક અડપલા કર્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે. 

આ દુષ્કર્મ મામલે સગીરાની માતાએ કડોદરા GIDC પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે માતાની ફરિયાદ લઈને આગળની તપાસ હાથધરી છે. મહત્વનું છે કે, સગીરા બીમાર પડતા આખો મામલો સામે આવ્યો હતો. તેની પૂછપરછ કરતા તે યુવક અને તેનો મોટો ભાઇ પણ અડપલા કરતો હોવાનુ જણાવ્યુ. કડોદરા જી.આઈ.ડી.સી પોલીસે બંને ભાઈ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.Recent Story

Popular Story