Supreme Court's big statement on the issue of the committee formed, members can only give advice, if the decision ...
નિવેદન /
આંદોલન મુદ્દે રચેલી કમિટી મામલે સુપ્રીમે કહ્યું, સભ્યો માત્ર સલાહ આપી શકે છે, નિર્ણય તો...
Team VTV06:31 PM, 19 Jan 21
| Updated: 06:33 PM, 19 Jan 21
ખેડૂત આંદોલનનો ઉકેલ લાવવા માટે સુપ્રીમ કોર્ટે જે કમિટી રચી હતી તેમાંથી એક સભ્ય ભુપિન્દરસિંહ માનએ રાજીનામુ આપી દીધું હતું. જો કે આ મામલે કમિટીના અન્ય સભ્યોએ આજે જણાવ્યું હતું કે અમે બધા પક્ષોને મળીશું અને વાત કરીશું. ખાસ કરીને ખેડૂતોને, બધાને સાંભળી લીધા પછી જ અમે અમારી રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં સબમિટ કરીશું.
આંદોલનને લઈને સુપ્રીમ કોર્ટે આપ્યું નિવેદન
કમિટીના સભ્યો માત્ર સલાહ આપઇ શકે છે : કોર્ટ
આ વિષય પર નિર્ણયતો ન્યાયાધીશ જ લેશે : સર્વોચ્ચ અદાલત
જો કે આ મામલે કમિટીમાંથી એક સભ્ય ભુપિન્દરસિંહ માન એ રાજીનામુ આપી દેતા સર્વોચ્ચ અદાલતે એક ટિપ્પણી કરી હતી, સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે લોકોને સમજવામાં કોઈ મુશ્કેલી થઇ છે. સમિતિના સભ્ય બનતા પહેલા લોકોનો કોઈ અલગ મત હોઈ શકે છે જે પાછળથી બદલાઈ પણ શકે છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું,'કોઈ એક વ્યક્તિ વિચાર રજૂ કરવા માત્રથી અયોગ્ય નથી બની જતો'
ચીફ જસ્ટિસ એસ એ બોબડેએ કહ્યું હતું કે માત્ર એક વ્યક્તિએ આ વિષય પર પોતાની વાત મૂકી તેથી તે સમિતિના સભ્ય પદ માટે અયોગ્ય નથી બની જતો, કમિટીના સભ્યો કોઈ જજ નથી તેઓ માત્ર પોતાની ભલામણ અને સલાહ જણાવી શકે છે, આના પર નિર્ણય તો જજ જ લેશે. મહત્વનું છે કે કોર્ટે લીગલ સર્વિસ ઓથોરિટીને લઈને અપીલ દાખલ કરવામાં થઇ રહી ઢીલને લઈને કમિટી બનવી હતી અને તેના દરમિયાન જ આ ટિપ્પણી કરી હતી.
ખેડૂત આંદોલનને લઈને સુપ્રીમ કોર્ટે બનાવેલી કમિટીના સભ્યોની પ્રથમ બેઠક મળી હતી જેમાં આ સભ્યોએ જણાવ્યું હતું કે અમે બધા પક્ષોને મળીશું , જેમાં રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને ખેડૂતો સામેલ છે, અમારે બધાનું હિત જોવાનું છે એન ખાસ કરીને ખેડૂતોનું. મહત્વનું છે કે સરકારે રચેલી કમિટીના અન્ય ત્રણ સભ્યો અશોક ગુલાટી, પ્રમોદ જોશી અને અનિલ ઘનાવટની આજે પૂસા કેમ્પસમાં બેઠક થઇ હતી. આ કમિટીએ નક્કી કર્યું હતું કે તેમની ખેડૂતોની સાથે પહેલી બેઠક 21 જાન્યુઆરીના રોજ યોજાશે.
આવતી કાલે યોજાવાની છે સરકાર અને ખેડૂતો વચ્ચેની બેઠક
મહત્વનું છે કે સરકાર અને ખેડૂત આંદોલનકારીઓ વચ્ચે પણ આગળના 10માં રાઉન્ડની વાટાઘાટો આવતી કાલે એટલે કે 20મી જાન્યુઆરીના રોજ યોજાવાની છે, નોંધનીય છે કેઅત્યાર સુધીમાં આવી કુલ 9 રાઉન્ડની વાતચીત યોજાઈ ચૂકી છે. જે નિષ્ફ્ળ નીવડી છે. જો કે ખેડૂત આંદોલનકારીઓ હજુ 26મી જાન્યુઆરીએ દિલ્હીમાં ટ્રેકટર પરેડ કરવા માટે મક્કમ જણાઈ રહ્યા છે.