બ્રેકિંગ ન્યુઝ
VTV / Supreme Court's big order to WhatsApp regarding privacy policy
Malay
Last Updated: 08:59 AM, 2 February 2023
ADVERTISEMENT
WhatsAppની પ્રાઈવસી પોલિસી 2021ની વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું છે કે, વ્હોટ્સએપ આ બાંયધરીનો વ્યાપકપણે પ્રચાર કરે કે લોકો હાલમાં તેની 2021 નીતિને અનુસરવા માટે બંધાયેલા નથી.
ADVERTISEMENT
વોટ્સએપે કોર્ટમાં કરી આ જાહેરાત
વોટ્સએપે કોર્ટમાં એવી પણ જાહેરાત પણ કરી હતી કે ન માત્ર લોકો બાગ 2021ની તેની નીતિને અનુસરવા માટે બંધાયેલા છે, પરંતુ નવો ડેટા કાયદો ન આવે ત્યાં સુધી એપ દ્વારા તેમના કામ પર પણ કોઈ અસર નહીં થાય. તો સુપ્રીમ કોર્ટે સરકારની આ ખાતરીને રેકોર્ડ પર લીધી કે માર્ચમાં સંસદના ટેબલ પર નવું ડેટા પ્રોટેક્શન બિલ લાવવામાં આવશે.
5 અખબારોમાં જાહેરાત આપવાનો આદેશ
સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ કેએમ જોસેફની આગેવાની હેઠળની પાંચ જજોની બંધારણીય બેન્ચે આદેશ આપ્યો હતો કે રાષ્ટ્રવ્યાપી પ્રસાર ધરાવતા પાંચ અખબારોમાં આ સંદર્ભમાં ઓછામાં ઓછા બે આખા પાનાની જાહેરાતો આપવામાં આવે. સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે સંસદના આગામી સત્રમાં આ અંગે નવું બિલ રજૂ કરવામાં આવશે. ત્યાં સુધી રાહ જોવામાં કોઈ નુકસાન નથી.
Data protection: SC asks WhatsApp to publicise undertaking given to Centre in 2021
— ANI Digital (@ani_digital) February 1, 2023
Read @ANI Story | https://t.co/X8WT1yABac#SupremeCourtOfIndia #WhatsApp #dataprotection pic.twitter.com/1n0rkF0lE5
આ માહિતી જ કરવામાં આવે છે શેર
જસ્ટિસ કેએમ જોસેફ, જસ્ટિસ અજય રસ્તોગી, જસ્ટિસ અનિરુદ્ધ બોઝ, જસ્ટિસ હૃષિકેશ રોય અને જસ્ટિસ સીટી રવિ કુમારની બેન્ચની સમક્ષ સુનાવણી દરમિયાન વોટ્સએપે કોર્ટને કહ્યું હતું કે, તે યુઝર્સના કયા મોબાઈલ નંબર વૉટ્સએપમાં ક્યારે રજિસ્ટર્ડ થયા અને કેવા પ્રકારની મોબાઇલ એપને તેઓ ઓપરેટ કરે છે, તેની જ જાણકારી શેર કરવામાં આવે છે. આ સિવાય તેઓ અન્ય કોઈ માહિતી શેર કરતા નથી.
'અન્ય દેશના નાગરિકો સાથે ભેદભાવ ન કરી શકાય'
જોકે, 5 વર્ષ પહેલા 2018માં થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે ફેસબુક અને વોટ્સએપને પૂછ્યું હતું કે તેઓ કઈ-કઈ માહિતી આપસમાં અને ત્રીજા પક્ષ સાથે શેર કરે છે? ગત સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે 31 જુલાઈએ તેઓએ શ્રી કૃષ્ણ સમિતિની રચના કરી છે. કમિટીના રિપોર્ટ બાદ અમે નક્કી કરીશું કે કાયદો લાવવો કે નહીં. ભારતના નાગરિકો સાથે અન્ય દેશોના નાગરિકો સાથે ભેદભાવ કરી શકાય નહીં. દેશમાં તે જ પ્રાઈવસી પોલિસી હોવી જોઈએ જે અન્ય દેશોમાં છે. આ મામલે ન્યાયિક હસ્તક્ષેપની જરૂર નથી, પરંતુ વિધાનસભાના હસ્તક્ષેપની જરૂર છે.
વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી અરજી
સુપ્રીમ કોર્ટ વિદ્યાર્થીઓ કર્મણ્ય સિંહ સરીન અને શ્રેયા સેઠી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી રહી હતી. તેમાં યુઝર્સના કૉલ્સ, ફોટા, મેસેજો, વીડિયો અને દસ્તાવેજોની ઍક્સેસ પ્રદાન કરવા માટે WhatsApp અને તેની પેરેન્ટ કંપની Facebook વચ્ચેના કરારને પડકારવામાં આવ્યો હતો અને તેને લોકોની ગોપનીયતા અને વાણી સ્વાતંત્ર્યતાનું ઉલ્લંઘન ગણાવ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.