પ્રયાગરાજમાં એક કાર્યક્રમમાં સુપ્રીમ કોર્ટની ચેતવણીને કાયદા મંત્રી કિરેન રિજિજુએ ચેતવણીને નકારી દીધી છે. તેમણે કહ્યું કે કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં કહેવાયું છે કે સુપ્રીમ કોર્ટે ચેતવણી આપી છે.અહીં કોઈ કોઈને ચેતવણી આપી શકતું નથી. લોકોના સેવક તરીકે કામ કરીએ છીએ જે અમે બંધારણ પ્રમાણે કામ કરીએ છીએ.
રિજીજુએ કહ્યું- અમે જનતાના સેવક
રિજિજૂએ સુપ્રિમ કોર્ટની ચેતવણીને નકારી દિધી
સુપ્રિમ કોર્ટની ચેતવણીને કાયદામંત્રી કિરન રિજિજૂએ ફગાવી દિધી છે. કાયદા મંત્રી કિરન રિજિજુએ વધુમાં જણાવ્યુ હતુ કે કોઈ કોઈને ચેતવણી આપી શકતુ નથી. જનતા દેશની માલિક છે. શનીવારે કાયદા મંત્રી કિરન રિજિજૂએ સુપ્રિમ કોર્ટની ચેતવણીને નકારી દિધી છે. આ સાથે તેમણે કહ્યું કે કેટલાક મીડિયા દ્વારા કહેવામાં આવે છે કે સુપ્રિમ કોર્ટે ચેતવણી આપી છે. પરંતુ એવી કોઈ પણ ચેતવણી આપવામાં આવી નથી. યુપીના પ્રયાગરાજમાં એક કાર્યક્રમમાં તેમણે ઉમેર્યું હતુ કે અમે લોકો જનતાના સેવક છીએ, અમે લોકો બંધારણ પ્રમાણે કામગીરી કરી રહ્યા છીએ.
સમગ્ર મામલાની વાત કરીએ તો સુપ્રિમ કોર્ટે જજોના વિલંબને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. આ સાથે કોર્ટે કેન્દ્રને ચેતવણી પણ આપી હતી કે, 'અમને એવું પગલું ભરવા મજબૂર ન કરો કે જે અસહજ હોય'. મહત્વનું છે કે હાઈકોર્ટના ન્યાયાધીશોની બદલીમાં ભલામણોને મંજૂર કરવામાં કેન્દ્ર ઢીલ રખાતા સુપ્રિમ કોર્ટે ચેતવણી આપી હતી. તેના પર કેન્દ્રએ કહ્યુ હતુ કે પાંચ જજોની નિયુક્તિ માટે સુપ્રિમ કોર્ટમાં મોકલવામાં આવેલી ભલામણમે આગળના પાંચ દિવસમાં મંજૂર કરી દેવામાં આવશે. જો કે કેન્દ્ર એ ચોવીસ જ કલાકની અંદર જ તમામ પાંચ ભલામણને મંજૂરી આપી દેવામાં આવી છે.
કાયદા મંત્રીએ શુ કહ્યુ ?
યુપીના પ્રયાગ રાજમાં આજે કાયદા મંત્રી કિરણ રિજિજુએ એક નિવેદનમાં જણાવ્યું હતુ કે, “મે જોયુ છે કે કેટલા મીડિયા રીપોર્ટ્સમાં એવુ કહેવામાં આવે છે કે સુપ્રિમ કોર્ટે ચેતવણી આપી છે. દેશના માલિક અહીંના લોકો છે. અને અમે લોકો તો માત્ર સેવક છીએ, અમારી ગાઈડલાઈન બંધારણ છે અને બંધારણ પ્રમાણે જ દેશ ચાલશે આગળ વધશે. કોઈ કોઈને ચેતવણી આપી શકતુ નથી. આપણે આપણી જાતને આ મહાન દેશના સેવકના રૂપમાં જોઈ રહ્યા છીએ તે પણ આપણામાં એક મોટી વાત છે. લોકોએ આપણને મોકો આપ્યો છે કામ કરવા માટેનો”