બ્રેકિંગ ન્યુઝ
VTV / Supreme Court Verdict On Petitions Against Sabarimala Rafale Orders
Divyesh
Last Updated: 10:52 AM, 14 November 2019
ADVERTISEMENT
શું છે સબરીમાલા કેસ ?
કેરળનું પ્રસિદ્ધ સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશનો વિવાદ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે. ગત વર્ષે સુપ્રીમ કોર્ટે આ મામલે ચુકાદો આપતાં 10થી 50 વર્ષની મહિલાઓના મંદિરમાં પ્રવેશ પરના પ્રતિબંધને હટાવી દીધો હતો. સુપ્રીમના ચુકાદાને વિરોધ પ્રદર્શન થયું હતું અને ત્યાર બાદ આ ચુકાદા પર પુનર્વિચાર અરજી દાખલ કરાઇ હતી. આમ હવે આ પુનર્વિચાર અરજી પર ચુકાદો આપશે.
રાફેલ ચુકાદા પર પણ આપશે ચુકાદો
લોકસભા ચૂંટણીની સભાઓમાં રાફેલનો મુદ્દો બહુ ચગ્યો હતો. ફ્રાંસ સાથે રાફેલ વિમાન ખરીદવાની પ્રક્રિયાને લઇને બે જનહિત અરજી દાખલ કરાઇ હતી. જેમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવામાં આવ્યો હતો. આ સિવય રાફેલ વિમાનની કિંમત, કોન્ટ્રાક્ટ, કંપનની ભૂમિકા પર સવાલ ઉભો થયો હતો. જોકે સુપ્રીમ કોર્ટે રાફેલના મામલે કોઇ દખલ કરી શકે નહીં, આ સાથે ખરીદ પ્રક્રિયાને લઇને કોઇ સવાલ ઉભો કરવામાં આવ્યો નહોતો. જેને લઇને સુપ્રીમ કોર્ટમાં પુનર્વિચાર અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં સરકાર પર સુપ્રીમ કોર્ટને ગુમરાહ કરવાનો આરોપ લગાવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
રાહુલ ગાંધી મામલે પણ આજે આવી શકે છે ચુકાદો
સુપ્રીમ કોર્ટ આજ રોજ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી વિરુધ્ધની અરજી પર પણ ચુકાદો સંભળાવશે. આ અરજી ભાજપની નેતા મીનાક્ષી લેખી દ્વારા દાખલ કરી હતી. જેમાં આરોપ હતો કે રાહુલ ગાંધીએ કહ્યું છે કે સુપ્રીમ કોર્ટે માન્યુ છે કે ચોકીદાર ચોર છે. ત્યાર બાદ મીનાક્ષી લેખીએ આરોપ લગાવ્યો હતો કે રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટેના નિવેદનને રાજકારણ સાથે જોડી દીધો છે.
ક્યારે નિવૃત થઇ રહ્યાં છે CJI
ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ 17 નવેમ્બરના રોજ નિવૃત્ત થઇ રહ્યાં છે. તેના પહેલા તેમની ખંડપીઠની સામે ઘણા મોટા નિર્ણયો બાકી છે, જેના પર ચુકાદો આવવાની શક્યતા છે. જેમાં અયોધ્યા કેસ મામલે ચુકાદો આવી ગયો હવે રાફેલ-સબરીમાલા વિવાદ પર ગુરૂવારનો રોજ ચુકાદો આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.