બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / સંબંધ / supreme court verdict on divorce says staying with parents can not be reason to divorce

ચુકાદો / ગર્ભાવસ્થા દરમિયાન પિયરમાં રહેવા જવું એ છૂટાછેડા માટેનું કારણ ન બની શકે, સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો

Mayur

Last Updated: 11:31 AM, 1 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Supreme court દ્વારા આજે એક ચુકાદામાં કહેવાયું હતું કે ગર્ભાવસ્થા દરમિયાન જો કોઈ મહિલા તેના સાસરિયાઓને બદલે તેના માતા-પિતા સાથે રહે તો તે છૂટાછેડાનું કારણ બની શકે નહીં.

  • સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો
  • છૂટાછેડા અંગે આપ્યો નિર્ણય 
  • ગર્ભાવસ્થામાં પીયરમાં જવું કોઈ કારણ નથી 

સુપ્રીમ કોર્ટે એક ચુકાદામાં સ્પષ્ટતા કરી છે કે ગર્ભાવસ્થા દરમિયાન જો કોઈ મહિલા તેના સાસરિયાઓને બદલે તેના માતા-પિતા સાથે રહે તો તે છૂટાછેડાનું કારણ બની શકે નહીં.

તેનો પતિ તેને 'ક્રૂરતા'ની કેટેગરીમાં ન મૂકી શકે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ કેએમ જોસેફ અને હૃષિકેશ રોયની બેન્ચે આ આદેશ આપ્યો છે.મદ્રાસ હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી

ગર્ભાવસ્થામાં ઘરે જવું સામાન્ય બાબત 

સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે, “એ સ્પષ્ટ છે કે અરજદારની પત્ની ગર્ભવતી હતી. જેથી તે તેના માતા-પિતાના ઘરે ગઈ હતી. આ એક સામાન્ય વસ્તુ છે એમાં છૂટાછેડા ન મળી શકે. 

અરજદારની પત્નીએ એ પણ સ્પષ્ટતા કરી છે કે તેની ગર્ભાવસ્થા અને બાળકનો જન્મ ખૂબ જ મુશ્કેલી સાથે થયો હતો. તેથી જ જો તેણીએ બાળકના જન્મ પછી થોડો સમય માતા-પિતા સાથે રહેવાનું નક્કી કર્યું છે, તો શા માટે કોઈએ તેના વિશે ચિંતા કરવી જોઈએ.

પીડિત પત્નીનો બળાપો 

માત્ર આ બેઝ પર છૂટાછેડા માટે મામલો કોર્ટમાં કેવી રીતે લઈ શકાય? પણ પતિએ એવું ન વિચાર્યું. તેણે થોડી રાહ ન જોઈ. તેણે વિચાર્યું પણ ન હતું કે તે એક બાળકનો પિતા બની ગયો છે. પત્નીના પિતાનું અવસાન થયું તે હકીકતને અવગણીને તેણે છૂટાછેડા માટે કોર્ટમાં અરજી કરી. આ પરિસ્થિતિઓને પત્નીની ક્રૂરતા કેવી રીતે ગણી શકાય.’ જો કે, કોર્ટે આ આધાર પર દંપતીના છૂટાછેડાને પણ મંજૂરી આપી હતી કે બંનેના લગ્ન સંબંધો હવે મરી ગયા છે. બંને 22 વર્ષથી અલગ રહે છે. પતિએ બીજા લગ્ન પણ કર્યા છે. તેથી વધુ સારું રહેશે જો આ સંબંધને સમાપ્ત માનવામાં આવે. આ નિર્ણયની સાથે જ કોર્ટે અરજીકર્તાને પૂર્વ પત્નીને 20 લાખ રૂપિયાનું વળતર ચૂકવવા જણાવ્યું હતું.

મદ્રાસ હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ
આ કેસ તમિલનાડુનો છે. જેમાં અરજદારે 1999માં લગ્ન કર્યા હતા. આના થોડા સમય બાદ તેની પત્ની ગર્ભવતી થતાં તે તેના માતા-પિતા પાસે ગઈ હતી. ત્યાં તેના બાળકનો જન્મ ઓગસ્ટ 2000માં થયો હતો. દરમિયાન ફેબ્રુઆરી 2001માં તેના પિતાનું અવસાન થયું હતું. જેના કારણે તે વધુ સમય માટે સાસરે જઈ શકી ન હતી.

તેના આધારે પતિએ ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી. આ ઉપરાંત ઓક્ટોબર 2001માં બીજા લગ્ન કર્યા. ફેમિલી કોર્ટે 2004માં તેના છૂટાછેડા મંજૂર કર્યા હતા. પરંતુ પત્નીની અપીલ પર સુનાવણી કરતા મદ્રાસ હાઈકોર્ટે આ નિર્ણયને પલટી નાખ્યો હતો. આ પછી પતિએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ