બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / supreme court to hear aarey forest case on monday amid protests against cutting of trees

સુનાવણી / સુપ્રીમ કોર્ટ પહોંચ્યો આરેમાં વૃક્ષો કાપવાનો મામલો, સ્પેશિયલ બેન્ચ કરશે સુનાવણી

Mehul

Last Updated: 07:39 AM, 7 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઇની આરે કોલોનીમાં વૃક્ષોના કાપવાનો મામલો હવે સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. સોમવારે સુપ્રીમ કોર્ટની સ્પેશિયલ બેન્ચ સવારે 10 વાગ્યે આ મામલાની સુનાવણી કરશે. રવિવારે વિદ્યાર્થીઓના એક પ્રતિનિધિમંડળે આરેમાં વૃક્ષોના કાપવા વિરુદ્ધ અરજી દાખલ કરી. એમણે પોતાની અરજીમાં કહ્યું કે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે પોતાના વિશેષાધિકારોનો ઉપયોગ કરતા મામલાની તાત્કાલિક સુનાવણી કરવી જોઇએ અને ઝાડના કાપવા પર રોક લગાવવી જોઇએ.

  • મુંબઇની આરે કોલોનીમાં વૃક્ષોના કાપવાનો મામલો હવે સુપ્રીમ કોર્ટ પહોંચ્યો
  • વિદ્યાર્થીઓની સીજેઆઇને અપીલ, કહ્યું-4 ઓક્ટોબરથી ગેરકાનૂની રીતે ઝાડ કાપવામાં આવ્યા
  • મુંબઇ મેટ્રોના શેડ નિર્માણ માટે ઝાડને કાપવામાં આવી રહ્યા છે

વિદ્યાર્થીઓએ સીજેઆઇને લખેલા પત્રમાં પિટીશન પર સુનાવણીની અપીલ કરતા કહ્યું કે 4 ઓક્ટોબરથી ગેરકાનૂની રીતે ઝાડને કાપવામાં આવી રહ્યા છે. શાંતિપૂર્વક વિરોધ પ્રદર્શન કરનારની ધરપકડ કરાઇ છે. એમણે હજુ પણ આમ કરી રહ્યા છે. 

મેટ્રો શેડના નિર્માણથી બતાવ્યું પૂરનો ખતરો

પત્રમાં દાવો કરવામાં આવ્યો છે કે આરેમાં એ તમામ છે જે જંગલ માટે જરૂરી હોય છે. મુંબઇ મેટ્રોના શેડ નિર્માણ માટે ઝાડને કાપવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીઓનો દાવો છે કે એમણે ઘણી જગ્યાઓ પર આ આદેશને પડકાર્યો છે અને પરિયોજના માટે અન્ય સ્થાન પણ સૂચવ્યા. તેમા દાવો કરાયો છે કે શેડ નિર્માણ માટે પ્રસ્તાવિત મીઠી નદીના કિનારે આરેના 33 ભૂભાગમાં 3500થી વધારે ઝાડ છે. તેમાંથી 2238 ઝાડ કાપવાનો પ્રસ્તાવ છે. આમ થયું તો મુંબઇ પર પૂરનો ખતરો વધી જશે. 

બોમ્બે હાઇકોર્ટે આપી હતી સુપ્રીમ કોર્ટ જવાની સલાહ

સીજેઆઇને લખેલા પત્રમાં એ દાવો કરવામાં આવ્યો છે કે બોમ્બે હાઇકોર્ટે ઝાડ કાપવા પર રોક લગાવવા અને આરેને ઇકોલોજિકલી સેન્સિટિવ ઝોન જાહેર કરવા સંબંધિત અરજી ફગાવી દીધી હતી. હાઇકોર્ટે ન્યાયપાલિકાની સીમાઓનો ઉલ્લેખ કરતા તેના માટે સુપ્રીમ કોર્ટમાં જવાની સલાહ આપી હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

Aarey Activists Aarey Forest Aarey Forest Case National News Supreme Court ગુજરાતી ન્યૂઝ Hearing
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ