Team VTV03:08 PM, 16 Mar 22
| Updated: 03:24 PM, 16 Mar 22
શાળા કોલેજોમાં હિજાબ પહેરવાની મંજૂરી આપવાની ના પાડતા કર્ણાટક હાઈકોર્ટે વિદ્યાર્થિનીઓની અરજી ફગાવી દીધી હતી. જો કે, હાઈકોર્ટના આ આદેશને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટ પહોંચી છે.
હિજાબ વિવાદ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો
સુપ્રીમ કોર્ટ સુનાવણી માટે રાજી થઈ
હોળીની રજા બાદ થશે સુનાવણી
શાળા કોલેજોમાં હિજાબ પહેરવાની મંજૂરી આપવાની ના પાડતા કર્ણાટક હાઈકોર્ટે વિદ્યાર્થિનીઓની અરજી ફગાવી દીધી હતી. જો કે, હાઈકોર્ટના આ આદેશને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટ પહોંચી છે, અને હવે હોળી બાદ તેમા સુનાવણી થશે. કર્ણાટક હાઈકોર્ટે મંગળવારે પોતાનો ચુકાદો સંભળાવતા હિજાબ પહેરીને આવવાની મંજૂરી આપવાની ના પાડી દીધી હતી. કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે, હિજાબ ઈસ્લામમાં ધાર્મિક પ્રથાનો ભાગ નથી. કર્ણાટક હાઈકોર્ટના આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર આપવામાં આવ્યો છે.
Hijab ban: SC to consider listing of appeals against Karnataka HC order post-Holi break
મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર સુપ્રીમ કોર્ટે સ્કૂલના ક્લાસમાં હિજાબ પહેરીને આવવાની મંજૂરી આપવાની ના પાડી હતી, જેના વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટમાં પહોંચેલી અરજી પર હોળી બાદ સુનાવણી કરવા માટે વડી અદાલત રાજી થઈ ગઈ છે. કર્ણાટક હાઈકોર્ટે મંગળવારે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે, હિજાબ ઈસ્લામ ઘર્મનો જરૂરી ભાગ નથી.
હોળી બાદ થશે સુનાવણી
ભારતના મુખ્ય ન્યાયાધીશ એનવી રમણ, ન્યાયમૂર્તિ એએસ બોપન્ના અને ન્યાયમૂર્તિ હિમા કોહલીની બેન્ચે અમુક વિદ્યાર્થીઓ તરફથી વરિષ્ઠ વકીલ સંજય હેગડેની એ દલીલો પર ધ્યાન આપ્યું હતું કે, આગામી પરીક્ષાને જોતા તાત્કાલિક સુનાવણીની જરૂર છે. વરિષ્ઠ વકીલે પીઠને કહ્યું કે, તાત્કાલિક જરૂરી છે કે, કેટલીય છોકરીઓ, જેમને પરીક્ષાઓમાં બેસવાનનું છે. સીજેઆઈએ કહ્યું કે, બીજા લોકોએ પણ ઉલ્લેખ કર્યો છે. અમે જોઈએ છીએ, અમે રજા બાદ સુનાવણી કરીશું. અમને સમય આપો.
વિદ્યાર્થીઓની આવી છે માગ
મામલામાં હાઈકોર્ટની પૂર્ણ પીઠના આદેશ વિરુદ્ધ અમુક અરજીઓ દાખલ કરવામાં આવી છે. હાઈકોર્ટે કહ્યું કે, સંવિધાનના અનુચ્છેદ 25 અનુસાર હિજાબ પહેરવો ઈસ્લામ ધર્મમાં જરૂરી ધાર્મિક પ્રથા નથી. હાઈકોર્ટે ક્લાસમાં હિજાબ પહેરવાની મંજૂરી માગતી ઉડ્ડપીમાં ગવર્નમેન્ટ પ્રી-યુનિવર્સિટી ગર્લ્સ કોલેજની મુસ્લિમ વિદ્યાર્થિનીઓનો એક વર્ગની અરજી રદ કરી દીધી હતી. તેમણે કહ્યું હતું કે, સ્કૂલનો ડ્રેસનો નિયમ એક યોગ્ય પ્રતિબંધ છે અને સંવૈધાનિક રીતે તે સ્વિકૃત છે. જેના પર વિદ્યાર્થિનીઓ વાંધો ઉઠાવી શકે નહીં.