કોરોના વાયરસની વેક્સિન ફરજિયાત કરવા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, 'કોઈને પણ રસી લેવા માટે દબાણ ના કરી શકાય.' સુપ્રીમ કોર્ટે કહ્યું કે, 'પોતાના શરીર પર અધિકાર હોવો એ કલમ 21નો ભાગ છે. આ રીતે કોઈને પણ રસી લગાવવા માટે દબાણ કરી શકાય નહીં.' સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે, 'આ અંગે સરકાર નીતિ બનાવી શકે છે અને જનતાના ભલા માટે અમુક શરતો પણ લાદી શકે છે.'
Supreme Court says no individual can be forced to get vaccinated. The Court also says that it's satisfied that the current vaccine policy can't be said to be unreasonable & manifestly arbitrary.
SC says that govt can form policy&impose some conditions for the larger public good
વેક્સિન ન લેનાર લોકો પરના પ્રતિબંધને પરત લેવાનો SCનો નિર્દેશ
સુપ્રીમ કોર્ટે જાહેર સ્થળો પર વેક્સિન ન લેનાર લોકો પર પ્રતિબંધ લગાવવાના અમુક સંસ્થાઓના અને રાજ્યોના પ્રતિબંધને પરત લેવાનો નિર્દેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને કોવિડ-19 રસીકરણની આડ અસરો અંગેનો ડેટા સાર્વજનિક કરવા પણ નિર્દેશ આપ્યો.
Supreme Court also directs the Centre to make public the data on adverse effects of COVID-19 vaccination
રસી લેવી કે ન લેવી એ દરેક નાગરિકનો વ્યક્તિગત નિર્ણય: સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કેન્દ્ર સરકારને જનતા અને ડૉક્ટરો સાથે વાત કર્યા બાદ એક રિપોર્ટ પ્રકાશિત કરવા કહ્યું કે જેમાં રસીની અસર અને આડ અસર વિશે સંશોધન સર્વેક્ષણ હોવું જોઈએ. કોવિડ રસીકરણની કેન્દ્ર સરકારની નીતિને યોગ્ય ગણાવતા સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, રસીકરણ કરાવવું કે નહીં તે દરેક નાગરિકનો વ્યક્તિગત નિર્ણય છે. કોઈને પણ રસી લેવા માટે દબાણ કરી શકાય નહીં.
SCએ પોતાના નિર્ણયમાં રાજ્ય સરકારોને વેક્સિનની નીતિ અંગે સૂચન કરતાં કહ્યું છે કે, રસીની આવશ્યકતા દ્વારા વ્યક્તિઓ પર લાદવામાં આવેલા પ્રતિબંધોને પ્રમાણસર અને યોગ્ય કહી શકાય નહીં. હવે જ્યારે સંક્રમણનો ફેલાવ અને તીવ્રતા સાથે સંક્રમિત લોકોની સંખ્યા ઓછી છે, ત્યારે જાહેર વિસ્તારોમાં અવરજવર પર કોઈ પ્રતિબંધ લાદવો જોઈએ નહીં. જો સરકારોએ આવો કોઈ નિયમ કે પ્રતિબંધ લાદ્યો હોય તો તેને પરત ખેંચી લો.
દેશમાં સતત વધી રહ્યાં છે કોરોનાના કેસ, આજે નોંધાયા નવા 3157 કેસ
દેશમાં સતત કોરોના વાયરસના કેસોમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે આજે ફરી નવા કેસ 3 હજારને પાર પહોંચ્યા છે જ્યારે એક્ટિવ કેસની સંખ્યા પણ 19 હજારને પાર પહોંચી છે. આજે કોરોનાના નવા 3157 કેસ તો 19500 એક્ટિવ કેસ નોંધાયા છે.
સૌથી વધુ 5 સંક્રમિત રાજ્યોમાં દિલ્હી અગ્રેસર
ભારતમાં સૌથી વધુ 5 સંક્રમિત રાજ્યોની વાત કરીએ તો દિલ્હીમાં કોરોનાના સૌથી વધારે 1,485 કેસ છે. તો હરિયાણામાં 479, કેરલમાં 314, ઉત્તર પ્રદેશમાં 268 અને મહારાષ્ટ્રમાં 169 કેસ મળી આવ્યા છે.
દિલ્હી સૌથી વધુ સંક્રમિત રાજ્ય
રવિવારે દિલ્હીમાં કોરોનાના 1,485 નવા કેસ નોંધાયા હતા. જો કે, કોઈનું મૃત્યુ ન હોતું થયું. રાજધાનીમાં પોઝિટિવિટી દર વધીને 4.89 ટકા થઈ ગયો છે. સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યાં અનુસાર, દિલ્હીમાં અત્યાર સુધીમાં 18,84,560 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે અને 26,175 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
શું હતી છેલ્લાં 3 દિવસની સ્થિતિ?
શનિવારે દિલ્હીમાં કોરોનાના 1,520 નવા કેસ નોંધાયા હતા અને એકનું મોત થયું હતું. જ્યારે પોઝિટિવિટી દર 5.10 ટકા હતો. શુક્રવારે, COVID-19 ના 1,607 નવા કેસ નોંધાયા હતા અને 2 લોકો મૃત્યુ પામ્યા હતા. જ્યારે પોઝિટિવિટી દર 5.28 ટકા હતો. દિલ્હીમાં 1,490 COVID-19 કેસ નોંધાયા હતા તો ગુરુવારે 2નાં મોત નોંધાયા હતા જ્યારે પોઝિટિવિટી દર 4.62 ટકા હતો.