જો કાર કે બાઈક મૉડિફાય કરાવ્યું છે તો મુકાશો મુશ્કેલીમાં, જાણી લો નવો નિયમ

By : admin 04:42 PM, 12 January 2019 | Updated : 04:42 PM, 12 January 2019
જો તમે તમારી ગાડી કે બાઈકને સ્ટાઈલિશ લૂક આપવા અથવા તો વિદેશી બ્રૅન્ડની જેમ બનાવવા માટે મૉડિફાય કરાવો છો ચેતી જજો. કારણ કે આવી ગાડીઓનું રજિસ્ટ્રેશન નહીં થાય. આ ચુકાદો સુપ્રીમ કોર્ટે આપ્યો છે.

સુપ્રીમ કોર્ટે થોડા સમય પહેલાં જ આ ચૂકાદો સંભળાવ્યો હતો. જેમાં કહ્યું હતું કે, કાર અથવા બાઈકમાં કંપનીએ આપેલા ઓરિજીનલ સ્પેસિફિકેશનમાં ગ્રાહકોએ કોઈપણ પ્રકારનો ફેરફાર કરવો, તેના સ્ટ્રક્ચર અથવા એક્ઝોસ્ટને બદલવું તે સંશોધિત મોટર વ્હીકલ એક્ટનું ઉલ્લંઘન ગણાશે. આ પહેલા કેરળ હાઈકોર્ટે એક ચૂકાદો સંભળાવ્યો હતો. જેમાં કેરળ મોટર વ્હીકલ એક્ટ મુજબ કાર કે બાઈકમાં નજીવા ફેરફાર કરવાની છૂટ આપી હતી.

સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ અરૂણ મિશ્રા અને જસ્ટિસ વિનીત સરનીની બૅંચે કેરળ હાઈકોર્ટના નિર્ણયને પલટી દીધો હતો. સાથે જ નિર્ણય આપ્યો હતો કે રજિસ્ટ્રેશન કરાતા વાહન નિર્માતા કંપની દ્વારા અપાયેલા ઑરિજિનલ સ્પેસિફિકેશન્સને પૂર્ણ કરવા જરૂરી છે, જે મોટર વાહન અધિનિયમની કલમ 52 (1) હેઠળ અનિવાર્ય છે. 

બૅંચે કહ્યું કે કાર અથવા અન્ય વાહન પર પૅન્ટિંગ યા ફિટમૅન્ટમાં મામૂલી બદલાવને કારણે કોઈ ગાડી રજિસ્ટ્રેશન માટે અયોગ્ય નહીં થાય. પરંતુ જો ગાડીની બૉડી ચૅસિસના સ્ટ્રક્ચરમાં કોઈ બદલાવ થયો તો તેનું રજિસ્ટ્રેશન નહીં થઈ શકે.

નિર્ણય સંભાળવતા જસ્ટિસ મિશ્રાએ જણાવ્યું કે, માત્ર પ્રોટોટાઈપ વ્હીકલ એટલે કે ઓટો કંપની જેને ટેસ્ટિંગ માટે તથા સેફ્ટિ ફીચર્સ માટે માર્ગો ઉપર ચલાવશે તો તેને છૂટછાટ આપવામાં આવશે, પરંતુ આવા વાહનોમાં પણ કંપનીએ દર્શાવેલા સ્પેશિફિકેશન મળતા નહીં આવે તો તેનું પણ રજીસ્ટ્રેશન નહીં થઈ શકે. 

જસ્ટિસ મિશ્રાની બેન્ચે વધુમાં જણાવ્યું કે, માત્ર પ્રોટોટાઈપ વ્હીકલ એટલે કે ઓટો કંપની જેને ટેસ્ટિંગ માટે તથા સેફ્ટિ ફીચર્સ માટે માર્ગો ઉપર ચલાવશે તો તેને છૂટછાટ આપવામાં આવશે, પરંતુ આવા વાહનોમાં પણ કંપનીએ દર્શાવેલા સ્પેશિફિકેશન મળતા નહીં આવે તો તેનું પણ રજીસ્ટ્રેશન નહીં થઈ શકે. 

જો કોઈ વાહનમાં જૂનુ એન્જિન બદલીને નવું એન્જિન લગાવવામાં આવે તો તે પહેલાં કંપનીએ રજીસ્ટ્રિંગ ઓથોરિટીની મંજૂરી લેવી પડશે, પણ જો કોઈ ગરબડ જણાશે તો તે સંજોગોમાં વાહનનું રજીસ્ટ્રેશન નહીં થાય. કારમાં CNG કીટ લગાવવા માટે કોઈ પ્રતિબંધ નથી પણ વાહનના મૂળ સ્ટ્રક્ચરમાં કોઈ ફેરફાર કરી શકાશે નહીં. 

સુપ્રીમ કોર્ટે આવી ભૂલ કરનારા લોકો સામે દંડ વસુલ કરવાની પણ ચૂકાદામાં જોગવાઈ કરી છે. અને કહ્યું છે કે, વાહનમાં ફેરફાર કરનાર લોકો પાસેથી નિર્ધારિત સંસ્થા જેમ કે કેન્દ્ર, રાજ્ય અને RTO પોતે નક્કિ કરેલા દંડની વસુલાત કરી શકે છે.  

આ નિર્ણય પાછળ એ તથ્ય અપાયું કે વાહનમાં બદલાવ કરવો એ પર્યાવરણને નુકશાન કરી શકે છે. કેમકે કોઈપણ વાહનને કંપનીએ રસ્તા ઉપર ઉતારવા માટે મંજૂરી ત્યારે જ મળે છે જ્યારે તે નક્કી કરેલા તમામ ધારાધોરણોને પૂર્ણ કરે છે. જે ધારાધોરણો પર્યાવરણ અને દેશના રસ્તાઓને ધ્યાનમાં રાખીને બનાવેલા હોય છે. તેથી કોઈપણ વાહનમાં નજીવો ફેરફાર કરવો એ પણ તેનું ઉલ્લંઘન ગણાશે. Recent Story

Popular Story