બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Supreme Court rejects plea of woman seeking pregnancy termination

મોટો ચુકાદો / 'હૃદયના ધબકારા રોકી ન શકીએ' સુપ્રીમે પરિણીતાને 26 વીકના ગર્ભના ગર્ભપાતની મંજૂરી ન આપી

Hiralal

Last Updated: 04:25 PM, 16 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુપ્રીમ કોર્ટે 26 અઠવાડિયાની ગર્ભવતી પરિણીતાને તેના 26 અઠવાડિયાના ગર્ભના ગર્ભપાતની મંજૂરી આપવાનો ઈન્કાર કરી દીધો છે.

  • 26 અઠવાડિયાની ગર્ભવતી ગર્ભપાત કરાવવા માગતી હતી
  • સુપ્રીમ કોર્ટે પરિણીતાને ન આપી ગર્ભપાતની મંજૂરી 
  • એમ્સના રિપોર્ટને આધારે સુપ્રીમ આપ્યો ચુકાદો 

સુપ્રીમ કોર્ટે પરિણીત મહિલાની 26 સપ્તાહની ગર્ભાવસ્થાને સમાપ્ત કરવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી. સુપ્રીમે ગર્ભસ્થ બાળકના અધિકારોને પ્રાથમિકતા આપતા કહ્યું કે અમે હૃદયના ધબકારા ન રોકી શકીએ. તેમણે કહ્યું કે પૃથ્વી પર બાળકનો જન્મ થવાનો માર્ગ સ્પષ્ટ છે. AIIMSના રિપોર્ટ અનુસાર બાળકમાં કોઈ અસામાન્યતા નથી. AIIMS સમયસર ડિલિવરી કરશે. CJIએ કહ્યું કે પ્રેગ્નન્સી 26 અઠવાડિયા અને 5 દિવસની છે. આમ ગર્ભાવસ્થાને સમાપ્ત કરવાની મંજૂરી આપવી એ MTP એક્ટની કલમ 3 અને 5નું ઉલ્લંઘન હશે કારણ કે આ કિસ્સામાં માતાને તાત્કાલિક કોઈ ખતરો નથી. આ ગર્ભની અસામાન્યતાનો કેસ નથી.

શું કારણ આપ્યું સુપ્રીમે 
ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે મહિલાની ગર્ભપાતની અરજી ફગાવતાં એવું કારણ આપ્યું કે ગર્ભમાં વિકાસ પામી રહેલું બાળક એકદમ સ્વસ્થ્ય છે અને તેથી અમે તેના હાર્ટના ધબકારા ન રોકી શકીએ. 

શું હતો કેસ
એક મહિલાએ તેની 26 અઠવાડિયાની પ્રેગનન્સી ખતમ કરવા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. તેના પેટમાં ઉછરી રહેલું બાળક સારું હતું છતાંય તે તેને જોઈતું નહોતું તેથી તે એબોર્શન કરાવવા માગતી હતી પરંતુ સુપ્રીમ કોર્ટે તેને મંજૂરી આપવાનો ઈન્કાર કરી દીધો છે. 

બાળક ન રાખવું હોય તો દત્તક આપી શકશે 
કલમ 142નો ઉપયોગ સંપૂર્ણ ન્યાય આપવા માટે થઈ શકે છે, પરંતુ દરેક કેસમાં તેનો ઉપયોગ થવો જોઈએ નહીં. અહીં ડોકટરોને ગર્ભની સમસ્યાનો સામનો કરવો પડશે. ડિલિવરી એઆઈએમએસ દ્વારા યોગ્ય સમયે કરવામાં આવશે. જો દંપતી બાળકને દત્તક લેવા માટે આપવા માંગે છે, તો કેન્દ્ર માતાપિતાને મદદ કરશે. બાળકને દત્તક લેવાનો વિકલ્પ માતાપિતા પર નિર્ભર છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Supreme Court Supreme Court verdict pregnancy termination verdict સુપ્રીમ કોર્ટ Supreme Court
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ