supreme court rejects plea of JEE neet examination
ચૂકાદો /
સુપ્રીમ કોર્ટે JEE અને NEET પરીક્ષાને આપી લીલી ઝંડી, કહ્યું કિંમતી વર્ષ વેડફી ન શકાય
Team VTV01:08 PM, 17 Aug 20
| Updated: 01:16 PM, 17 Aug 20
સુપ્રિમ કોર્ટે NEET અને JEE પરિક્ષાને મોકૂફ રાખવાની અરજીને ફગાવી દીધી છે અને પરિક્ષાના આયોજનને લીલી ઝંડી બતાવી દીધી છે. જસ્ટિસ અરુણ મિશ્રાએ મેડિકલ પ્રવેશ પરિક્ષા NEET અને એન્જીનીયરિંગ પ્રવેશ પરિક્ષા JEE મેઇન્સને સ્થગિત કરવા માટે અરજી કરી હતી જેને ફગાવી દેવામાં આવી છે.
2020નું વર્ષ કિમતી છે
સુપ્રિમ કોર્ટે કહ્યું પરિક્ષા લેવાશે
JEE અન NEET આ વર્ષે નહી થાય રદ્દ
અરજી ફગાવતા સુપ્રિમ કોર્ટે કહ્યું કે શું દેશમા દરેક વસ્તુને રોકી દેવામાં આવે, એક કિમતી વર્ષને આ જ રીતે વેડફી દેવામાં આવે? કોરોના સંક્રમણ વધી રહ્યું છે તે માટે આ પરિક્ષાઓને મોકૂફ કરવા માટે અરજી કરવામાં આવી હતી.
આ બાબતની સુનાવણી અરુણ મિશ્રા હેઠળ કરવામાં આવી હતી. તમને જણાવી દઇએ કે, JEE પરિક્ષા 1 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર સુધી લેવામાં આવશે જ્યારે NEETની પરિક્ષા 13 સપ્ટેમ્બરે લેવામાં આવશે, આ પરિક્ષાને સ્થગિત કરવા માટે 11 રાજ્યોના 11 વિદ્યાર્થીઓએ સુપ્રિમ કોર્ટમાં અરજી કરી હતી.
આ અરજીમાં કોરોના વાયરસ મહામારી વિશે વાત કરતાએનટીએ 3 જુલાઇએ રદ્દ કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. આ નોટિસના માધ્યમથી જ JEE પરિક્ષા એપ્રિલ 2020માં લેવાની હતી જે હવે સપ્ટેમ્બરમાં લેવાશે.