બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / supreme court rafale deal

સુનાવણી / સુપ્રીમ કોર્ટે રાફેલ ડિલ મુદ્દે પુનઃ વિચારણા અરજી ફગાવી, મોદી સરકારને રાહત

Divyesh

Last Updated: 12:05 PM, 14 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુપ્રીમ કોર્ટે રાફેલ ડિલ પર કેન્દ્રની મોદી સરકારને મોટી રાહત આપી છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇની અધ્યક્ષતા વાળી બેંચે રાફેલ મામલે પુનઃ વિચારણા અરજી ફગાવી દીધી છે. રાફેલ મુદ્દે વકિલ પ્રશાંત ભૂષણ દ્વારા કરાયેલી આ પુનઃ વિચારણા અરજી પર પૂર્ણ વિરામ આવી ગયું છે. રાફેલ મુદ્દે કરવામાં આવેલી તમામ અરજીઓ ફગાવી દેવામાં આવી છે.

  • રાફેલ વિવાદ પર સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય
  • સુપ્રીમ કોર્ટે રાફેલ પુનઃવિચાર અરજી ફગાવી
  • યશવંતસિંહા, અરૂણ શૌરી, પ્રશાંત ભૂષણે કરી હતી અરજી

રાફેલ ડિલ મામલે સુપ્રીમ કોર્ટે 2018ના આદેશ પર વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણ સહિત અન્ય લોકો તરફથી કરવામાં આવેલ પુનઃ વિચારણા અરજી દાખલ કરાઇ હતી. આ મામલે ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ, જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ કેએમ જોસેફની ખંડપીણે ચૂકાદો સંભળાવ્યો છે. 

લોકસભા ચૂંટણીની સભાઓમાં રાફેલનો મુદ્દો બહુ ચગ્યો હતો. ફ્રાંસ સાથે રાફેલ વિમાન ખરીદવાની પ્રક્રિયાને લઇને બે જનહિત અરજી દાખલ કરાઇ હતી. જેમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવામાં આવ્યો હતો. આ સિવાય રાફેલ વિમાનની કિંમત, કોન્ટ્રાક્ટ, કંપનની ભૂમિકા પર સવાલ ઉભો થયો હતો.

જોકે સુપ્રીમ કોર્ટે રાફેલના મામલે કોઇ દખલ કરી શકે નહીં, આ સાથે ખરીદ પ્રક્રિયાને લઇને કોઇ સવાલ ઉભો કરવામાં આવ્યો નહોતો. જેને લઇને સુપ્રીમ કોર્ટમાં પુનર્વિચાર અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં સરકાર પર સુપ્રીમ કોર્ટને ગુમરાહ કરવાનો આરોપ લગાવામાં આવ્યો હતો.


પુનઃવિચાર અરજીમાં શું હતું

કોર્ટમાં દાખલ કરવામાં આવેલ રાફેલ ડીલમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવામાં આવ્યો હતો. આ સાથે જ દસ્તાવેજો 'લીક' કરવાનો આરોપ લગાવામાં આવ્યો હતો. ડીલમાં PMO એરક્ષા મંત્રાલયને ભરોસામાં લીધા વગર વાતચીત કરવામાં આવી હતી. કોર્ટમાં વિમાન ડીલની કિંમતને લઇને પણ અરજી કરવામાં આવી હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

Rafale deal Suprme Court રાફેલ ડીલ સુપ્રીમ કોર્ટ rafale deal
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ