Supreme Court quashes Haryana court's decision on 75 per cent reservation in private sector
મોટો નિર્ણય /
સુપ્રીમ કોર્ટે હરિયાણા હાઈકોર્ટનો નિર્ણય કર્યો રદ, ખાનગી ક્ષેત્રે હવે સ્થાનિકોને રોજગાર મળી રહેશે
Team VTV03:14 PM, 17 Feb 22
| Updated: 03:29 PM, 17 Feb 22
સુપ્રીમ કોર્ટ દ્વારા આજે હરિયાણા હાઈકોર્ટનો નિર્ણય રદ કરવામાં આવ્યો છે. જેથી હરિયાણામાં ખાનગી ક્ષેત્રે હવે સ્થાનિકોનેવ 75 ટકા આરક્ષણ મળી રહશે.
હરિયાણામાં સ્થાનિકોને હવે નોકરી મળી રહેશે
ખાનગી ક્ષેત્રે સ્થાનિકો માટે 75 આરક્ષણ મળશે
સુપ્રીમકોર્ટે હરિયાણા હાઈકોર્ટનો નિર્ણય રદ કર્યો
ખાનગી ક્ષેત્રે સ્થાનિક લોકોને 75 ટકા સુધી આરક્ષણ આપવાને લઈને પંજાબ અને હરિયાણાની હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટ દ્વારા રદ કરી દેવામાં આવ્યો છે. હરિયાણા સરકારે સુપ્રીમ કોર્ટમાં ખાસ અરજી દાખલ કરી હકી. જેને લઈને સુપ્રીમ કોર્ટે કહ્યું એક મહિનામાં આ મામલે નિર્ણય લેવામાં આવે. સાથેજ રાજ્ય સરકારને પણ આદેશ આપવામાં આવ્યા કે રોજગાર દાતાઓ સામે કોઈ પણ કડક પગલા ન લેવામાં આવે.
સ્થાનિકોને 75 ટકા આરક્ષણ
આપને જણાવી દઈએ કે હરિયાણા સરકારે રોજગારી માટે સ્થાનીક લોકો માટે 75 ટકા આરક્ષણ આપવાનો નિર્ણય લિધો હતો. જેને લઈને ત્રણ ફેબ્રુઆરીએ હાઈકોર્ટ દ્વારા તેના પર રોક લગાવી દેવામાં આવી હતી.
હાઈકોર્ટમાં અરજી કરાઈ હતી
ફરિદાબાદ ઈન્ડસ્ટ્રિયલ એસોસિએશન દ્વારા હાઈકોર્ટને કહેવામાં આવ્યું કે તેમના ત્યા કર્મચારીઓનું સીલેકશન તેમની લાયકાત પ્રમાણે કરવામાં આવે છે. સાથેજ હાઈકોર્ટને એવું પણ કહેવામાં આવ્યું હતું કે જો કંપનીઓ તેમના મનપસંદ કર્મચારીને પસંદ નહી કરે તો તેમના કારોબાર ઉપર પણ ગંભીર અસર પડી શકે છે.
હરિયાણા સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી
હાઈકોર્ટમાં અરજીકર્તા દ્વારા દલીલ કરવામાં આવી કે જો સરકારનો આ નિર્ણય લાગૂ થશે તો રોજગારને લઈને અરાજકતા ફેલાઈ શકે છે. સાથેજ યોગ્ય લોકોને રોજગાર નહી મળી શકે.જેથી હરિયાણા પંજાબ સરકાર સામેના આ નિર્ણય પર રોક લગાવામાં આવી હતી. બાદમાં હરિયાણા સરકારે સુપ્રીમ કોપર્ટમાં હાઈકોર્ટના ચુકાદાને ચુનૌતી આપી હતી.
30 હજારથી ઓછા પગારમાં સ્થાનિકોને આરક્ષણ
જોકે સુપ્રીમકોર્ટ દ્વારા હાઈકોર્ટના આદેશને રદ કરી દેવામાં આવ્યો છે. જેમા ખાનગી ક્ષેત્રમાં 30 હજાર કરતા ઓછા પગારની નોકરીઓમાં સ્થાનિક લોકોને આરક્ષણ આપવા કહેવામાં આવ્યું છે. આ નિયમ હવે ટ્રસ્ટ સમિતિ અને વધારે લોકોને રોજગાર આપવા વાળા એમ્પાલયર પર લાગૂ કરવામાં આવ્યો છે.