supreme court orders independent investigation of hyderabad encounter in gang rape and murder case
હૈદરાબાદ એન્કાઉન્ટર /
તપાસ કમિશન ગઠન કરીને સુપ્રીમે કહ્યું, તમામને હકીકત જાણવાનો અધિકાર છે
Team VTV02:35 PM, 12 Dec 19
| Updated: 02:38 PM, 12 Dec 19
સુપ્રીમ કોર્ટે હૈદરાબાદ એનકાઉન્ટર મામલામાં પૂર્વ જજ વીએસ સિરપુરકરના નેતૃત્વમાં તપાસ કમિશનનું ગઠન કર્યું છે. ત્રણ સદસ્યોવાળા આ કમિશને 6 મહીનામાં રિપોર્ટ સોંપવાની રહેશે. આ સાથે જ હાઇકોર્ટ અને NHRCની તપાસ પર રોક લગાવી દેવાઇ છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે એમ નથી કહી રહ્યા કે પોલીસ દોષિત છે.
SCએ હૈદરાબાદ એનકાઉન્ટર મામલામાં પૂર્વ જજ વીએસ સિરપુરકરના નેતૃત્વમાં તપાસ કમિશનનું ગઠન કર્યું
ત્રણ સદસ્યોવાળા આ કમિશને 6 મહીનામાં રિપોર્ટ સોંપવાની રહેશે
સરકારના વકીલે કહ્યું કે સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન મુજબ તપાસ ચાલી રહી છે
સુપ્રીમ કોર્ટે અરજી કરનારને પૂછ્યું કે, આપનો આ ઘટના સાથે શું સંબંધ છે. તમે સુપ્રીમ કોર્ટમાં કેમ અરજી દાખલ કરી? શું તમે હૈદરાબાદથી છો? તેના પર અરજી કરનારે કહ્યું કે તેઓ તમિલનાડુથી છે.
સુનાવણી દરમિયાન સીજેઆઇ એસએ બોબડેએ તેલંગાણા સરકાર તરફથી રજૂ થયેલ વકીલ મુકુલ રોહતગીને પૂછ્યું કે કોઇને પણ તથ્યો વિશે ખબર છે? તેના પર વકીલ મુકુલ રોહતગીએ કહ્યું કે અમને ખબર છે. ચારેયને ટોલ પ્લાઝાના સીસીટીવીથી ઓળખવામાં આવ્યા. ચારેયની ધરપકડ કરવામાં આવી. પોલીસ સ્ટેશન બહાર લોકોની ભીડ હતી. ચારેય નો મોબાઇલ અને અન્ય સામાન જપ્ત કરવા માટે ઘટના સ્થળે લઇ જવાના હતા, પરંતુ લોકોની ભીડને કારણે રાત્રે લઇ જવા પડ્યા.
વકીલ મુકુલ રોહતગીએ આગળ જણાવ્યું કે તેઓએ બે રિવોલ્વર છિનવી લીધી અને લોખંડની રોડ, ડંડા અને પથ્થરોથી હુમલો કરી દીધો. ત્યારબાદ CJI એ સવાલ કર્યો કે શું તેઓએ રિવોલ્વર છિનવી હતી ? શું મેડિકલ રેકોર્ડ છે? ત્યારબાદ વકીલે કહ્યું, જવાબમાં પોલીસને ફાયરિંગ કરવું પડ્યું. ચીફ જસ્ટિસે ત્યારબાદ પૂછ્યું કે કયા રેંકના ઓફિસર ઘટના સ્થળે હતા? જેના પર મુકુલે કહ્યું કે, એસીપી, એસઆઇ સહિત 10 પોલીસ જવાન હતા.
સીજેઆઇએ પૂછ્યું કે તેઓએ રિવોલ્વરથી પોલીસ પર ફાયરિંગ કર્યું? શું પોલીસને ગોળી વાગી? તેના પર વકીલે કહ્યું કે ના, બે પોલીસ જવાન પથ્થર અને ડંડાથી ઘાયલ થયા. સીજેઆઇએ આગળ પૂછ્યું કે શું રિવોલ્વરની ગોળી જપ્ત કરવામાં આવી? તેના પર વકીલે હાંમાં જવાબ આપ્યો.
ચીફ જસ્ટિસે કહ્યું કે તેઓ એન્કાઉન્ટરની તપાસ કરાવવા માંગે છે. આ મામલામાં કેટલાક તથ્યોની તપાસ જરૂરી છે. ત્યારબાદ વકીલે કહ્યું કે સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન મુજબ તપાસ ચાલી રહી છે. પોલીસ કમિશનર જે આઇપીએસ ઓફિસર છે, અને અન્ય ઓફિસરની એસઆઇટી તપાસ કરી રહી છે.
સૌને હકીકત જાણવાનો હક : ચીફ જસ્ટિસ
સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે રોહતગીને કહ્યું, જો તમે એમ કહો છો કે તમે તેઓની (એન્કાઉન્ટરમાં સામેલ પોલીસ જવાનો) વિરુદ્ધ ક્રિમિનલ કોર્ટમાં કેસ કરવા જઇ રહ્યા છો તો અમારે કંઇ નથી કરવું, પરંતુ જો તમે તેઓેને નિર્દોષ માનો છો તો લોકોને હકીકત જાણવાનો અધિકાર છે. તથ્ય શું છે, અમે અટકળો ન લગાવી શકીએ. ચીફ જસ્ટિસ એસએ બોબડે, જસ્ટિસ એસ અબ્દુલ નજીર અને જસ્ટિસ સંજીવ ખન્નાની પીઠે કહ્યું, અમે માનીએ છીએે કે એન્કાઉન્ટરની સ્વતંત્ર તપાસ કરવી જોઇએ.