Team VTV11:04 AM, 02 Mar 23
| Updated: 11:17 AM, 02 Mar 23
સુપ્રીમ કોર્ટે અદાણી હિંડનબર્ગ કેસની તપાસ માટે નિષ્ણાત કમિટીની રચના કરવાનો આદેશ આપ્યો છે. સાથે જ સુપ્રીમ કોર્ટે SEBIને પણ આ મામલામાં તપાસ ચાલુ રાખવાનો આદેશ આપ્યો છે.
અદાણી-હિંડનબર્ગ કેસનો મામલો
સુપ્રીમ કોર્ટનો નિષ્ણાત કમિટીની રચનાનો આદેશ
સેબીને 2 મહિનામાં તપાસ રિપોર્ટ સોંપવાનો આદેશ
સુપ્રીમ કોર્ટે અદાણી-હિંડનબર્ગ કેસની તપાસ માટે નિષ્ણાત કમિટીની રચના કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટ દ્વારા બનાવવામાં આવેલી કમિટીની અધ્યક્ષતા નિવૃત્ત જસ્ટિસ એ.એમ સપ્રે (Abhay Manohar Sapre) કરશે. એટલું જ નહીં સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે SEBI આ મામલામાં તપાસ ચાલુ રાખશે અને 2 મહિનામાં તેનો રિપોર્ટ સોંપશે.
SC sets up expert committee on the issue arising out of Hindenburg report. Retd judge Justice AM Sapre will head the committee.
SC was hearing petitions pertaining to Hindenburg report incl on constitution of committee relating to regulatory mechanisms to protect the investors. pic.twitter.com/N1FlBWgpwo
SEBIને 2 મહિનામાં રિપોર્ટ રજૂ કરવાનો આદેશ
સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે SEBI પહેલાથી જ હિંડનબર્ગ રિપોર્ટ અને માર્કેટ વાયોલેશન સહિતના બંને આરોપોની તપાસ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં સેબીની તપાસ ચાલુ રહેશે. સેબીએ તેનો રિપોર્ટ 2 મહિનામાં રજૂ કરવાનો છે.
6 સભ્યોની ટીમ કરશે તપાસ
એટલું જ નહીં સુપ્રીમ કોર્ટે હિંડનબર્ગ રિપોર્ટ કેસની તપાસ માટે 6 સભ્યોની એક્સપર્ટ કમિટીની રચના કરી છે. આ કમિટીમાં નિવૃત્ત જસ્ટિસ એ.એમ સપ્રે ઉપરાંત ઓ.પી ભટ્ટ, જસ્ટિસ કે.પી દેવદત્ત, કે.વી કામત, એન નીલકેણી, સોમેશેખર સુંદરેશન સામેલ છે.
શું છે મામલો?
અમેરિકન ફર્મ હિંડનબર્ગે તાજેતરમાં જ ગૌતમ અદાણીના અદાણી ગ્રુપ પર એક રિપોર્ટ જાહેર કર્યો છે. હિંડનબર્ગે પોતાના રિપોર્ટમાં અદાણી ગ્રુપ પર માર્કેટમાં હેરફેર (મેનીપ્યુલેશન) અને એકાઉન્ટમાં ફ્રોડનો આરોપ લગાવ્યો હતો. આ રિપોર્ટ સામે આવ્યા બાદ અદાણી ગ્રુપના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. જોકે, અદાણી ગ્રુપે આ આરોપોને પાયાવિહોણા અને ભ્રામક ગણાવ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે આ રિપોર્ટમાં જનતાને ગેરમાર્ગે દોરવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટે આપ્યા તપાસના આદેશ
હિંડનબર્ગ રિપોર્ટ બાદ સુપ્રીમ કોર્ટમાં આ મામલે અનેક અરજીઓ દાખલ કરવામાં આવી છે. અરજદારોએ હિંડનબર્ગ રિપોર્ટમાં અદાણી ગ્રુપ પર લગાવવામાં આવેલા આરોપોની તપાસની માગણી કરી હતી. સુપ્રીમ કોર્ટે આ મામલાની તપાસ માટે 6 સભ્યોની કમિટીની રચના કરી છે.