Supreme Court orders Center to take action against soldier who went missing from Kutch desert 24 years ago
સરકાર જાગે /
23 વર્ષ પહેલાં કચ્છના રણમાંથી ગાયબ થયેલા સૈનિકને લઈને સુપ્રીમની મોટી કાર્યવાહી, કેન્દ્રને આપ્યો આ આદેશ
Team VTV08:16 PM, 05 Mar 21
| Updated: 08:34 PM, 05 Mar 21
23 વર્ષથી લાપતા કેપ્ટન સંજીત ભટ્ટાચાર્જીના માતાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. જેને લઇ સુપ્રીમ કોર્ટે નોટિસ ઇશ્યૂ કરી અને સરકાર પાસે જવાબ માગ્યો છે.
રણમાંથી ગુમ થયેલા સૈનિકને લઇ અરજી
સુપ્રીમ કોર્ટમાં કરાઇ અરજી
23 વર્ષથી ગુમ છે કેપ્ટન સંજીત ભટ્ટાચાર્જી
કચ્છના રણમાંથી ગાયબ થયેલા સૈનિકને લઇ સુપ્રીમ કોર્ટમાં અરજી કરાઇ છે. 23 વર્ષથી લાપતા કેપ્ટન સંજીત ભટ્ટાચાર્યના માતાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. જેને લઇ સુપ્રીમ કોર્ટે નોટિસ ઇશ્યૂ કરી અને સરકાર પાસે જવાબ માગ્યો છે. કેપ્ટન એપ્રિલ 1997ના કચ્છના રણમાંથી ગુમ થયા હતા. અરજદારે અરજીમાં લખ્યું છે કે, સરકાર ક્લિયર નથી કે કેપ્ટનનું મૃત્યુ થયું છે કે, પાકિસ્તાનમાં છે.
કેપ્ટનના 81 વર્ષના માતાએ કરી અરજી
મીડિયા માહિતી અનુસાર 23 વર્ષથી પાકિસ્તાનની જેલમાં બંધ કેપ્ટન સંજીત ભટ્ટાચાર્યને છોડાવવા તેમના 81 વર્ષના માતા કમલા ભટ્ટાચાર્યએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. શુક્રવારના દિવસે સુપ્રીમ કોર્ટ આ અંગે કેસ ચલાવવા માટે રાજી થઈ ગઈ છે. કેપ્ટનના માતાએ તેમના પૂત્રની પરત વાપસી માટે કેન્દ્ર સરકાર ડિપ્લોમેટિક રીતે કાર્યવાહી કરે તેવી માગણી કરી છે. પાકિસ્તાનમાં જેલમાં બંધ હોય તો છોડાવાનો પ્રયાસ કરવો જોઇએ. કેપ્ટન સાથે લાન્સ નાયક રામ થાપા પણ ગાયબ છે. સુપ્રીમ કોર્ટે અરજદારને આવા સૈનિકની યાદી સોંપવા પણ કહ્યું છે.
23 વર્ષથી ગાયબ કેપ્ટન સંજીત ભટ્ટાચાર્યના માતાની અરજી પર સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ન્યાયાધિશ એસ.એ બોબડેની અધ્યક્ષતાવાળી બેંચે કેન્દ્રને નોટિસ જાહેર કરી છે. અરજીમાં તુરંત માનવીય આધાર પર અધિકારીઓને દખલ કરવાની માગણી કરી છે. કેપ્ટનના માતાનું કહેવું છે કે, તેમના પુત્ર ઓગસ્ટ 1992માં ભારતીય સેનાની ગોરખા રાઈફલ્સ રેજીમેન્ટમાં અધિકારી તરીકે ભરતી થયા હતા. જ્યારે વર્ષ 1997માં તેમના પુત્ર ગાયબ થયા તે બાદ તેમને સૂચના મળી કે, તેમના પુત્ર લાહોરની લખપત જેલમાં બંધ છે. અને એપ્રીલ 1997માં તેમના પરિવારને બંદી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.
કેપ્ટન સંજીવની ગુજરાતના કચ્છમાં પોસ્ટિંગ હતું
વર્ષ 1997માં કેપ્ટન સંજીતનું ગુજરાતના કચ્છ બોર્ડર પર પોસ્ટિંગ હતું. જ્યાં સંયુક્ત સીમા પર રાત્રે પેટ્રોલિંગ ડ્યૂટી પર કાર્યરત હતા. અને 20 એપ્રીલની રાત્રીએ અંતરરાષ્ટ્રીય સીમા નજીક પાકિસ્તાની સેનાએ તેમને બંદી બનાવ્યા હતા. તો આ મામલે અરજી દાખલ કરનારા વકીલ સૌરભ મિશ્રાએ કહ્યું કે, છેલ્લા 23 વર્ષમાં તેમના પુત્રને અધિકારીઓ સમક્ષ પોતાનો પક્ષ રાખવાનો અવસર પ્રાપ્ત થયો નથી.
સરકાર અને રાષ્ટ્રપતિની ઓફિસ દ્વારા અલગ-અલગ પત્ર
કેપ્ટનના માત કમલા ભટ્ટાચાર્યએ કહ્યું કે, એપ્રીલ 2004માં તેમના પરિવાર દ્વારા રક્ષા વિભાગ દ્વારા એક પત્ર પ્રાપ્ત થયો છે. જે અનુસાર તેમના પુત્ર એટલે કેપ્ટન સંજીત ભટ્ટાચાર્યને મૃત માની લેવાયા છે. આ પછી વર્ષ 2010ની 31મી મેના રોજ રાષ્ટ્રપતિના સેના સચિવ મેજર જનરલ તરફથી એક અન્ય પત્ર પ્રાપ્ત થયો હતો. જેમાં સૂચના આપવામાં આવી કે, કેપ્ટન સંજીતનું નામ યુદ્ધ બંદીની સૂચીમાં નામ દાખલ કરાયું છે. આ સાથે કેપ્ટનના પરિવારને એવી પણ સૂચના અપાઈ કે, ગાયબ સેના જવાનોનો મામલો અનેક વખત ઉચ્ચસ્તર પર પાકિસ્તાની અધિકારીઓ સમક્ષ ઉઠાવવામાં આવ્યો છે. અરજદાર પરિવાર હજુ પણ કેપ્ટન સંજીતની વાપસીની રાહ જોઈ રહ્યા છે. 23 વર્ષથી પોતાના પુત્રની રાહમાં 28 નવેમ્બર 2020ના દિવસે કેપ્ટનના પિતાનું નિધન થઈ ગયું છે.