Supreme Court orders CBSE and ICSE boards Students' exams will no longer be conducted in online mode
મોટા સમાચાર /
BIG BREAKING: ધોરણ 10-12ની પરીક્ષા પર સૌથી મોટા સમાચાર, SCએ CBSE બોર્ડ માટે આપ્યા મોટા આદેશ
Team VTV01:25 PM, 18 Nov 21
| Updated: 01:37 PM, 18 Nov 21
CBSE અને ICSE બોર્ડની પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટમાં જે અરજી કરવામાં આવી હતી.તે બાબતે આજે સુનાવણી કરવામાં આવી. જેમા સુપ્રીમ કોર્ટે વિદ્યાર્થીઓની પરીક્ષા ઓફલાઈન જેમ લેવાતી હતી તેમજ લેવા માટે આદેશ આપ્યો
સુપ્રિમ કોર્ટનો CBSE અને ICSE બોર્ડને મોટો આદેશ
વિદ્યાર્થીઓની પરિક્ષા હવે ઓનલાઈન મોડમાં નહી લેવાય
કોર્ટે ઓફલાઈન મોડમાંજ પરીક્ષા લેવા આપ્યા આદેશ
CBSE અને ICSEની 10મા અને 12માની પરિક્ષા મામલે સુપ્રીમ કોર્ટે હાઈબ્રિડ પરીક્ષા લેવાની ના પાડી દીધી છે. પરીક્ષા જે રીતે પહેલા લેવાતી હતી તેજ રીતે હવે લેવાશે એટલે કે પરીક્ષા હવે ઓફલાઈન મોડમાંજ લેવાશે, સમગ્ર મામલે કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું કે પરીક્ષાઓ શરૂ થઈ ચુકી છે. જેથી પરીક્ષામાં દખલગીરી કરવી યોગ્ય નથી.
6500ના બદલે 15 હજાર પરીક્ષા કેન્દ્ર કર્યા
કોર્ટ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું કે સરકાર દ્વારા કોરોના પ્રોટોકોલનું પાલન કરવામાં આવી રહ્યુ છે . જેમા સરકારે તૈયારીઓ પણ એવી કરી છે. જેમકે પરીક્ષા કેન્દ્ર પહેલા 6500 હતા પરંતુ હવે તે કેન્દ્રોને વધારીને 15 હજાર કરવામાં આવ્યા છે. સાથેજ પરીક્ષાનો સમય પણ 3 કલાકથી ઘટાડીને દોઢ કલાકનો કરવામાં આવ્યો છે.
શિક્ષણ વ્યવસ્થા સામે રમત વન રમવાના આદેશ
આ સિવાય કોર્ટ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું કે શિક્ષણ વ્યવસ્થા સાથે રમત ન રમો. દરેક અધિકારીઓ પોતાનું કામ યોગ્ય રીતે કરો હવે ઘણુ મોડું થઈ ગયું છે. છેલ્લા સમયે કોઈ નિર્ણયો લેવા યોગ્ય નથી. સાથેજ કોર્ટે કહ્યું કે 34 લાખ બાળકોની પરીક્ષા જે રીતે ઈચ્છી રહ્યા છો. તે પણ કોઈ પણ હિસાબે યોજવી સંભવ નથી.
અમુક વિદ્યાર્થીઓએ સુપ્રીમ કોર્ટમાં કરી હતી અરજી
આપને જણાવી દઈએ કે આ સમગ્ર મામલે અમુક વિદ્યાર્થીઓએ સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમા કહેવામાં આવ્યું હતું કે ઓફલાઈન પરીક્ષાને કારણે સંક્રમણ ફેલાશે જેથી લોકોના સ્વાસ્થ્ય પર તેની અસર જશે જે મામલે હાલ સુનાવણી કરવામાં આવી હતી જોકે CBSEની પરીક્ષા 16 નવેમ્બરથી શરૂ થઈ છે સાથેજ હવે ICSEની પરીક્ષા પણ 22 નવેમ્બરથી શરૂ થશે.
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે અરજદારોના વકીલે એવું કહ્યું હતું કે આ અંતિમ પરીક્ષા નથી મિડ ટર્મ પરીક્ષા છે જેથી આ પરીક્ષા હાઈબ્રીડ રહેવી જોઈએ. જે મામલે સોલિસિટર જનરલે કહ્યું કે પહેલા ક્લાસમાં 40 વિદ્યાર્થીઓ બેસતા હતા. તેના જગ્યાએ હવે 12 વિદ્યાર્થીઓ બેસાડીએ છે. સાથેજ 6 હજારની સામે 15 હજાર પરિક્ષા કેન્દ્ર બનાવામાં આવ્યા છે. સાથેજ એવું પણ કહ્યું કે પરિક્ષાનો સમય પણ ઘટાડી દેવામાં આવ્યો છે.