બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / supreme court of india verdict mid day meal worker are not government employee

ન્યાયિક ચુકાદો / મધ્યાહન ભોજનમાં કામ કરતા લોકો સરકારી કર્મચારીઓ ન ગણાય? સુપ્રીમનો મોટો ચુકાદો

Hiralal

Last Updated: 02:35 PM, 13 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિમાચલ હાઈકોર્ટના આદેશને યથાવત રાખતાં સુપ્રીમ કોર્ટે એવું કહ્યું કે મિડ ડે મિલ કર્મચારીઓ સરકારી કર્મચારીઓ ગણાતા નથી.

  • મિડ ડે મિલ કર્મચારીઓ સરકારી કર્મચારીઓ ગણાયે કે નહીં
  • સુપ્રીમ મિડ ડે મિલ કર્મચારીઓને સરકારી કર્મીઓ ગણવાનો કર્યો ઈન્કાર
  • હિમાચલ હાઈકોર્ટના આદેશને યોગ્ય માન્યો 

મિડ-ડે મીલ કર્મચારીઓની સ્થિતિને સ્પષ્ટ કરતા હિમાચલ હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી છે. હિમાચલ હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો કે મિડ-ડે મીલ વર્કર્સ સરકારી કર્મચારીઓની શ્રેણીમાં આવતા નથી. જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ રાજેશ બિંદલની ડિવિઝન બેન્ચે પ્રેમ સિંહની અરજી ફગાવી દેતાં હાઈકોર્ટના નિર્ણયમાં હસ્તક્ષેપ કરવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. તેને રદ કરતી વખતે એવું કહેવામાં આવ્યું હતું કે મધ્યાહન ભોજનના કર્મચારીઓ સરકારી કર્મચારી નથી. 

કેન્દ્ર કે રાજ્ય સરકારની યોજના હેઠળના કર્મચારીઓ સરકારી કર્મચારી નહીં 
કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે કેન્દ્ર કે રાજ્ય સરકારની કોઈપણ યોજના હેઠળ નિયુક્ત કરાયેલા કર્મચારીઓ સરકારી કર્મચારીની વ્યાખ્યામાં આવતા નથી. પાર્ટ ટાઈમ વોટર કેરિયરની નિમણૂકને હાઈકોર્ટની સિંગલ બેંચ સમક્ષ પડકારવામાં આવી હતી.

શું હતો કેસ
પ્રતિવાદી ગૌરવ ઠાકુરની નિમણૂક રદ કરતી વખતે, સિંગલ બેન્ચે ચુકાદો આપ્યો હતો કે મધ્યાહન ભોજન કાર્યકર સરકારી કર્મચારી નથી.ગૌરવ ઠાકુરે આ નિર્ણયને ડિવિઝન બેંચ સમક્ષ પડકાર્યો હતો. સિંગલ બેંચના નિર્ણયને બાજુ પર રાખતા, ડિવિઝન બેન્ચે મધ્યાહન ભોજનના કામદારોને સરકારી કર્મચારી ગણ્યા ન હતા. આ નિર્ણયને પ્રેમ સિંહે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

Mid Day Meal Mid Day Meal verdict Supreme Court Supreme Court news Supreme Court
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ