supreme court lawyers received threats from khalistan today
ખળભળાટ /
BIG BREAKING : સુપ્રીમ કોર્ટના વકીલોને મળી ખાલિસ્તાની સમર્થકોની ધમકી, કહ્યું- આ કામ ન કરશો
Team VTV01:40 PM, 10 Jan 22
| Updated: 01:48 PM, 10 Jan 22
સુપ્રીમ કોર્ટના વકીલોને ખાલિસ્તાન સમર્થકો દ્વારા જાનથી મારી નાંખવાની ધમકી મળતા હડકંપ મચી જવા પામ્યો છે.
સુપ્રીમ કોર્ટના વકીલોને મળી ધમકી
ઈંગ્લેન્ડના નંબર પરથી ખાલિસ્તાની સમર્થકોના આવ્યા ફોન કોલ
ઓડિયો ક્લિપ પણ સામે આવતા તપાસ શરૂ
આશરે ડઝન જેટલા વકીલોએ દાવો કર્યો છે કે, તેમને ધમકી ભર્યા કોલ મળી રહ્યા છે. વકીલોનું કહેવું છે કે, આ ફોન કોલ્સ તેમને શિખ ફોર જસ્ટીસ અને ઈંગ્લેન્ડના નંબર પરથી આવી રહ્યા છે. આ તમામ ઓટોમેટેડ ફોન કોલ છે.
ઓડિયો ક્લિપ પણ સામે આવતા મચ્યો હડકંપ
ફોન કોલ્સમાં વકીલોને કહેવામાં આવી રહ્યું છે કે, તેઓ ખેડૂતો અને પંજાબના શિખો વિરૂદ્ધના મુકદ્દમા દરમિયાન સુપ્રીમ કોર્ટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મદદ ન કરે. તો આ સાથે જ ધમકી ભરેલા ફોન કોલ્સની ઓડિયો ક્લીપ પણ સામે આવી છે. જેમાં સુપ્રીમ કોર્ટના વકીલ વિષ્ણુ શંકર જૈનને ધમકી ભરેલા કોલ આવી રહ્યા છે. જો કે, આ રેકોર્ડિંગ મામલે હાલ તપાસના આદેશ આપવામાં આવ્યા છે.