બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Supreme Court hearing on reconsideration petitions on rafale deal

સુપ્રીમ કોર્ટ / રાફેલ વિવાદ મામલે SCમાં સુનાવણી પૂર્ણ, ચુકાદો સુરક્ષિત

Last Updated: 05:34 PM, 10 May 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાહુલ ગાંધીનાં ચોકીદાર ચોર હૈનાં નિવેદન પર પણ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ. જેમાં રાહુલ ગાંધી પર સુનાવણી કરતા કોર્ટે આ ચુકાદાને સુરક્ષિત કરી લીધો છે. કોર્ટે રાહુલ ગાંધીને તેમનાં નિવેદનને લઇને ક્લીન ચિટ આપવા અંગે સ્પષ્ટપણે ઇન્કાર કર્યો.

rafale

સુપ્રીમ કોર્ટમાં રાફેલ લડાકુ વિમાન મામલામાં ડિસેમ્બર, 2018નાં ચુકાદા પર પુનર્વિચારની અરજીઓ પર સુનાવણી પૂર્ણ કરી લીધી છે. ત્યારે રાહુલ ગાંધીનાં ચોકીદાર ચોર હૈનાં નિવેદન પર પણ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ. જેમાં રાહુલ ગાંધી પર સુનાવણી કરતા કોર્ટે આ ચુકાદાને સુરક્ષિત કરી લીધો છે. કોર્ટે રાહુલ ગાંધીને તેમનાં નિવેદનને લઇને ક્લીન ચિટ આપવા અંગે સ્પષ્ટપણે ઇન્કાર કરી દીધો છે.

રાફેલ લડાકુ વિમાન પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી તો પૂર્ણ થઇ ગઇ છે પરંતુ કોર્ટનો નિર્ણય બાદમાં આવશે. સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે બંને પક્ષોને એક-એક કલાક પોતાની વાતને ધ્યાનમાં રાખવાનો સમય આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, ચાર વાગ્યા સુધી સુનાવણી પૂર્ણ કરી લેવા ઇચ્છે છે.

એટોર્ની જનરલ કે કે વેણુગોપાલે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે, અરજીકર્તા ચોરીનાં દસ્તાવેજો માટે પસંદ કરાયેલાં ભાગોને જ રખાય છે અને આની પાછળ કોર્ટને ગુમરાહ કરવાની અપેક્ષા છે. તેઓને પૂછાવું જોઇએ કે, તેમને કાગળ ક્યાંથી મળે. જે કરાર કરવામાં આવ્યો, તે દેશ માટે ખૂબ જરૂરી હતો. આપણાં સૌની સુરક્ષા માટે આને કરવામાં આવેલ છે.

શું છે સમગ્ર મામલો?
સુપ્રીમ કોર્ટે રાફેલ પર સરકારનાં પક્ષમાં ચુકાદો સંભળાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે રાફેલ મામલા પર દાખલ કરેલ અરજીઓ પર સુનાવણી કરતા આ કરારની તપાસનાં આદેશ આપવા અંગે ઇન્કાર કરી દીધો હતો. જ્યાર બાદ યશવંત સિન્હા, અરૂણ ચોરી અને પ્રશાંત ભૂષણે આ ચુકાદા પર પુનર્વિચારની અરજી દાખલ કરી. પુનર્વિચાર અરજીઓમાં અરજીકર્તાઓએ દલીલ આપી છે કે રાફેલ મામલા પર સરકારે સુપ્રીમ કોર્ટને ખોટી જાણકારી આપીને ગુમરાહ કર્યા હતાં જે કારણોસર ચુકાદો સરકારનાં પક્ષમાં ચાલ્યો ગયો.

 

સંકળાયેલા મુદ્દાઓ

Rafale SC Verdict Rafale deal Supreme Court rahul gandhi Supreme Court
vtvAdmin
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ