FOLLOW US
ચૂંટણી લડવા માગતા હાર્દિક પટેલનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું છે. સુપ્રીમ કોર્ટમાં હાર્દિક પટેલે કરેલી અરજી મામલે સુપ્રીમ કોર્ટે તાત્કાલિક અરજી કરવાનો ઈનકાર કરી દીધો છે. લોકસભાની ચૂંટણી લડવાના મામલે હાર્દિકે સુપ્રિમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટમાં હાર્દિકની અરજી મામલે સુનાવણી હાથ ધરાઈ હતી. ત્યારે હાર્દિક પટેલને સુપ્રિમ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. સુપ્રિમ કોર્ટ આ મામલે આગામી સુનાવણી 4 એપ્રિલે હાથ ધરાશે.