બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 1988માં મર્ડર, 91માં દોષી જાહેર, 25 વર્ષ કેસ ચાલ્યો, અંતે કોર્ટે એવો ચુકાદો આપ્યો કે ઉજવશે 104મો જન્મદિન

ગજબ કેસ / 1988માં મર્ડર, 91માં દોષી જાહેર, 25 વર્ષ કેસ ચાલ્યો, અંતે કોર્ટે એવો ચુકાદો આપ્યો કે ઉજવશે 104મો જન્મદિન

Last Updated: 10:43 AM, 30 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Supreme Court : 104 વર્ષના વૃદ્ધને 1988માં હત્યાના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને ત્યારથી તેઓ તેમની સજા ભોગવી રહ્યા હતા, અને સંબંધિત બીમારીઓના આધારે અકાળે મુક્તિની માંગ કરતી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી અને કોર્ટે આ કેસની સુનાવણી કરીને તેમને વચગાળાના જામીન પર મુક્ત કરવાનો આદેશ કર્યો

Supreme Court : આપણે ત્યાં અનેકવાર એવી ઘટનાઓ સામે આવતી હોય છે જે ખરેખર ચોંકાવનારી હોય છે. આવી જ એક ઘટના સામે આવી છે કે, જેમાં હત્યાના આરોપી 104 વર્ષના વૃદ્ધને અંતિમ દિવસોમાં સુપ્રીમ કોર્ટથી જામીન આપવામાં આવ્યા છે. આ કેસની વાત કરીએ તો રસિક ચંદ્ર મંડલનો જન્મ 1920માં માલદા જિલ્લાના એક અનામી ગામમાં થયો હતો. તે જ વર્ષે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે અંગ્રેજો સામે અસહકાર ચળવળ શરૂ કરી. એક સદી કરતાં વધુ સમય પછી મંડલે તેમની સ્વતંત્રતા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી. હાલમાં તે આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે. તેમણે વૃદ્ધાવસ્થા અને સંબંધિત બીમારીઓના આધારે અકાળે મુક્તિની માંગ કરતી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. કોર્ટે આ કેસની સુનાવણી કરીને તેમને વચગાળાના જામીન પર મુક્ત કરવાનો આદેશ કર્યો હતો. મંડલને 1988માં હત્યાના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને ત્યારથી તેઓ તેમની સજા ભોગવી રહ્યા હતા.

હત્યાના કેસમાં થઈ સજા અને પછી.....

રસિક ચંદ્ર મંડલને 1988માં હત્યા માટે 1994માં દોષિત ઠેરવવામાં આવ્યા હતા જ્યારે તે 68 વર્ષના હતા અને આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે. વય-સંબંધિત બિમારીઓને કારણે તેમને જેલમાંથી પશ્ચિમ બંગાળના બાલુરઘાટ સ્થિત સુધારક ગૃહમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યા હતા. 2018માં કલકત્તા હાઈકોર્ટે અને બાદમાં સુપ્રીમ કોર્ટ દ્વારા સજા સામેની તેમની અપીલ ફગાવી દેવામાં આવી હતી.

વર્ષ 2020માં દાખલ કરવામાં આવી હતી અરજી

રસિક ચંદ્ર મંડલે 2020માં સુપ્રીમ કોર્ટમાં રિટ પિટિશન દાખલ કરી હતી જ્યારે તે સો વર્ષ પૂરા થવામાં એક વર્ષ દૂર હતા. તેમણે વૃદ્ધાવસ્થા અને સંબંધિત બીમારીઓને ટાંકીને અકાળે મુક્તિની માંગ કરી હતી. તેમણે સજામાં પેરોલ અથવા માફી માટે પાત્ર બનવા માટે 14 વર્ષ જેલના સળિયા પાછળ ગાળવાના માપદંડમાંથી મુક્તિની પણ માંગ કરી હતી. હવે નિવૃત્ત જસ્ટિસ એ અબ્દુલ નઝીર અને જસ્ટિસ સંજીવ ખન્નાની બેંચે 7 મે, 2021ના રોજ પશ્ચિમ બંગાળ સરકારને નોટિસ પાઠવી હતી. નોટિસમાં સુધારક ગૃહના અધિક્ષકને 14 જાન્યુઆરી, 2019થી જેલમાં રહેલા મંડલની શારીરિક સ્થિતિ અને સ્વાસ્થ્ય અંગે સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવા જણાવ્યું હતું.

વચગાળાના જામીન/પેરોલ પર છૂટવાનો હુકમ

આ મામલો શુક્રવારે ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ સંજય કુમારની બેંચ સમક્ષ સુનાવણી માટે આવ્યો હતો. તેમણે પશ્ચિમ બંગાળ સરકાર તરફથી હાજર રહેલા એડવોકેટ આસ્થા શર્માને બોર્ડની સ્થિતિ વિશે પૂછ્યું. શર્માએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, મંડલને વય-સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓ છે, પરંતુ તે અન્યથા સ્થિર છે. તે જલ્દી જ પોતાનો 104મો જન્મદિવસ ઉજવશે. ખંડપીઠે મંડલની અરજી સ્વીકારી હતી. ઉપરાંત માલદા જિલ્લાના માણિકચક પોલીસ સ્ટેશનમાં 9 નવેમ્બર, 1988ના રોજ નોંધાયેલા કેસમાં મંડલને વચગાળાના જામીન/પેરોલ પર મુક્ત કરવાનો વચગાળાનો આદેશ પસાર કરવામાં આવ્યો હતો.

હાઈકોર્ટમાં 25 વર્ષ સુધી કેસ ચાલ્યો

12 ડિસેમ્બર, 1994ના રોજ ટ્રાયલ કોર્ટે મંડલને દોષિત ઠેરવ્યો હતો અને તેને આજીવન કેદની સજા ફટકારી હતી. થોડા સમય પછી તેમણે કલકત્તા હાઈકોર્ટમાં તેમની સજા વિરુદ્ધ અપીલ કરી. જોકે 5 જાન્યુઆરી, 2018ના રોજ હાઈકોર્ટે તેમની દોષિત ઠરાવવામાં અને સજાને યથાવત રાખતા લગભગ 25 વર્ષ લાગ્યાં.

વધુ વાંચો : 'છેલ્લા 24 કલાક છે તારી પાસે'...આ સાંસદને વોટ્સઅપ પર મળી વધુ એક ધમકી

જીવનના અંતિમ દિવસોમાં પરિવાર સાથે

આ તરફ 11 માર્ચ, 2019ના રોજ સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણય સામેની તેમની અપીલને ફગાવી દીધી હતી. તેમણે આ રિટ પિટિશન તેના 48 વર્ષના પુત્ર મારફતે દાખલ કરી હતી. જેમાં તેમણે વિનંતી કરી હતી કે, તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવે જેથી તે તેના પરિવારના સભ્યો સાથે જીવનના અંતિમ દિવસો વિતાવી શકે.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Interim Bail Rasik Chandra Mandal Supreme Court
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ