હાર્દિકની અરજી પર સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને નોટિસ ફટકારતા કહ્યું કે તમે 5 વર્ષ કંઇ ન કર્યુ હવે 1 સપ્તાહ રાહ જુઓ. હાર્દિક પટેલે આગોતરા જામીન માટે અરજી કરી હતી. ત્યારે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર પાસે 6 માર્ચ સુધીમાં જવાબ માગ્યો છે.
2015 ગુજરાતમાં પાટીદાર આંદોલન મામલો
કોંગ્રેસ-પાટીદાર નેતા હાર્દિક પટેલને રાહત
6 માર્ચ સુધી હાર્દિકની ધરપકડ પર રોક
2015 ગુજરાતમાં પાટીદાર આંદોલનમાં હિંસા મામલે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટથી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે હાર્દિકની ધરપકડ પર 6 માર્ચ સુધી રોક લગાવી છે.
Supreme Court gives relief to Congress leader and Patidar movement chief, Hardik Patel, till March 6, in a 2015 case relating to alleged violence and an FIR during his Patidar rally in Vastrapur, Gujarat. pic.twitter.com/jw3JjEXZzB
હાર્દિકની અરજી પર સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને નોટિસ ફટકારતા કહ્યું કે તમે 5 વર્ષ કંઇ ન કર્યુ હવે 1 સપ્તાહ રાહ જુઓ. હાર્દિક પટેલે આગોતરા જામીન માટે અરજી કરી હતી. ત્યારે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર પાસે 6 માર્ચ સુધીમાં જવાબ માગ્યો છે.
તમે પાંચ વર્ષથી આ મામલો બેસી ન રહી શકો
જસ્ટિસ યૂ. યૂ. લલિત અને જસ્ટિસ વિનીત સરની બેન્ચે ગુજરાત સરકારને હાર્દિક પટેલની અરજી પર નોટિસ જાહેર કરી અને તેમની વિરુદ્ધ મામલો નોંધવાની માંગ કરી. બેન્ચે કહ્યું કે મામલો 2015માં નોંધવામાં આવ્યો હતો અને તપાસ હજુ સુધી પેન્ડિંગ છે. તમે પાંચ વર્ષથી આ મામલો બેસી ન રહી શકો.
તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે છોડવી પડી હતી ખુરશી
6 જુલાઈ, 2015ના રોજ મહેસાણા જિલ્લાના વિસનગરથી શરૂ થયેલા પાટીદાર આંદોલને તત્કાલીન આનંદીબેન પટેલ સરકાર અને ગુજરાતના રાજકારણને હલાવી દીધું હતું. પાટીદાર અનામત આંદોલન સમિતિના તત્કાલીન સંયોજક હાર્દિક પટેલે લગભગ 10 લાખથી વધુ સમર્થકોને જીએમડીસી મેદાનમાં ભેગા થયા હતા.