બ્રેકિંગ ન્યુઝ
VTV / supreme court dismissed plea of bjp leader syed shahnawaz hussain for rape case
Vaidehi
Last Updated: 04:20 PM, 16 January 2023
ADVERTISEMENT
ભાજપ નેતા સૈયદ શાહનવાઝ હુસૈનને સુપ્રીમ કોર્ટે રેપ કેસમાં મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે દિલ્હી હાઈકોર્ટને ચેલેન્જ કરતી હુસૈનની અરજીને નામંજૂર કરેલ છે. શાહનવાઝ હુસૈન પર 2018માં રેપનો આરોપ લાગ્યો હતો. આ મામલામાં ટ્રાયલ કોર્ટે FIR નોંધવાનો આદેશ આપ્યો હતો. દિલ્હી હાઈકોર્ટે આ આદેશને જાળવી રાખતાં હુસૈન સુપ્રીમ કોર્ટ પાસે પહોંચ્યાં હતાં.
સુપ્રીમ કોર્ટે હુસૈનને આપ્યો મોટો ઝાટકો
સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે આ મુદાની યોગ્ય રીતે તપાસ થવા દો, જો તમે ખોટા નહીં હોય તો તમે બચી જશો. આ નિવેદન જસ્ટિસ એસ.રવિન્દ્ર ભટ અને દીપાંકર દત્તાની બેંચે આપ્યું હતું.
ADVERTISEMENT
Supreme Court dismisses a plea of Bharatiya Janata Party leader (BJP) leader Syed Shahnawaz Hussain challenging the Delhi High Court order which upheld the decision of the trial court to order registration of FIR against him in relation to the alleged 2018 rape case. pic.twitter.com/GIv9FI7M0p
— ANI (@ANI) January 16, 2023
શું છે સમગ્ર મામલો?
આ મુદો વર્ષ 2018નો છે. ત્યારે દિલ્હીમાં મહિલાનાં રેપ કેસમાં ભાજપ નેતા સૈયદ શાહનવાઝ હુસૈનની સામે કોર્ટ એક્શનમાં આવી હતી. મહિલાએ હુસૈનની સામે FIR કરવા માટે લોઅર કોર્ટમાં અપીલ કરી હતી. હુસૈને પોતાના પર લાગેલા આરોપોને માનવાથી ઈનકાર કર્યો હતો. મેજિસ્ટ્રેટ કોર્ટે આ મામલે નિર્ણય સંભળાવતાં તેમની સામે FIR નોંધવાનો આદેશ આપ્યો હતો. હુસૈન આ મુદાને લઈને સેશન કોર્ટમાં પહોંચ્યાં હતાં પરંતુ ત્યાં પણ તેમની અરજી નામંજૂર કરી દેવાઈ હતી.
મહિલાએ લગાવ્યો હતો રેપનો આરોપ
જૂન 2018માં એક મહિલાએ ભાજપ નેતા શાહનવાઝ હુસૈનની સામે ફરિયાદ નોંધાવી હતી. મહિલા અનુસાર 2018નાં એપ્રિલ મહિનાંમાં હુસૈને મહિલાને છતરપુર સ્થિત ફાર્મહાઉસ પર બોલાવ્યું હતું. જ્યારે તે નશાની હાલતમાં આવી ત્યારે તેની સાથે રેપ કરવામાં આવ્યો હતો. મહિલાએ આ મામલામાં FIRની માંગ કરી છે.
વકીલે કરી દલીલો
શાહનવાઝ હુસૈનની તરફથી સીનિયર એડવોકેટ મુકુલ રોહતગી અને સિદ્ધાર્થ લૂથરાએ દલીલ રજૂ કરી હતી. રોહતગીએ કહ્યું કે મહિલાની ફરિયાદ પર ફરિયાદ નોંધવામાં આવી. પોલીસે આ મામલાની તપાસ કરી પરંતુ કંઈ મળ્યું નથી. તેમણે કહ્યું કે હુસૈનની સામે સતત હુમલાઓ કરવામાં આવ્યાં. જેના જવાબમાં SCની બેન્ચે કહ્યું કે અમને મામલામાં દખલ કરવાનું કોઈ કારણ દેખાઈ રહ્યું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT