રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી અને તેમના પરિવારને દેશમાં સરકાર દ્વારા ઝેડ પ્લસ સિક્યુરીટી પૂરી પાડવામાં આવી રહી છે ત્યારે હવે તેમને વિદેશમાં પણ Z+ સિક્યુરીટી પૂરી પાડવામાં આવશે. સુપ્રીમ કોર્ટે સરકારને ઓર્ડર કર્યો છે કે મુકેશ અંબાણી અને તેમના પરિવારના સભ્યોને વિદેશમાં પણ ઝેડ પ્લસ સિક્યુરીટી પૂરી પાડવામાં આવે જોકે વિદેશમાં ઝેડ પ્લસ સિક્યુરીટીનો તમામ ખર્ચ અંબાણી પરિવારે ભોગવવો પડશે.
Supreme Court directs to provide highest level Z+ security cover to businessman Mukesh Ambani and his family members throughout India & abroad.
Entire cost of providing highest level Z+ security cover within territory of India or abroad shall be borne by them, court said. pic.twitter.com/qABwon3eIU
અંબાણીને દેશમાં મળી રહી છે ઝેડ પ્લસ સિક્યુરીટી
સરકાર હાલમાં મુકેશ અંબાણીને ઝેડ પ્લસ સિક્યુરીટી પૂરી પાડી રહી છે. આ ટોચની કેટેગરીની સુરક્ષા છે. કેન્દ્રીય ગુપ્તચર અને સુરક્ષા એજન્સીઓએ અંબાણીને ખતરાની સમીક્ષા કર્યા બાદ સરકારે આ પગલું ભર્યું હતું. મુકેશ અંબાણીને સૌથી પહેલા 2013માં 'પેમેન્ટ બેઝ' પર સીઆરપીએફ કમાન્ડોનું 'ઝેડ' કેટેગરીનું સુરક્ષા કવચ આપવામાં આવ્યું હતું. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેનની પત્ની નીતા અંબાણી પાસે 'વાય+' કેટેગરીની સિક્યોરિટી છે, જેમાં કમાન્ડોની સંખ્યા ઓછી છે.
મુકેશ અંબાણી પાસે 15-20 પર્સનલ સિક્યોરિટી ગાર્ડ
મુકેશ અંબાણી પાસે 15-20 પર્સનલ સિક્યોરિટી ગાર્ડ પણ છે. આ ચોકીદારો શસ્ત્રો વિનાના છે. આ ગાર્ડ્સને ઇઝરાયેલની સુરક્ષા કંપનીએ ટ્રેનિંગ આપી છે. અંબાણી અને તેમના પરિવારની સુરક્ષા માટે આ ગાર્ડ તૈનાત છે. આ સિક્યોરિટી ગાર્ડ્સ ક્રાવ મગ (ઇઝરાયેલી માર્શલ આર્ટ)માં ટ્રેન્ડ કરી રહ્યા છે. આ રક્ષકો બે પાળીમાં કામ કરે છે. જેમાં ભારતીય સેના અને એનએસજીના નિવૃત્ત જવાનોનો સમાવેશ થાય છે.