બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / supreme court directs center to file report vijay mallya

દિલ્હી / વિજય માલ્યાના ભારત પ્રત્યાર્પણનો રિપોર્ટ 6 અઠવાડિયામાં રજૂ કરવા સુપ્રીમનો કેન્દ્રને આદેશ

Kavan

Last Updated: 04:50 PM, 2 November 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુપ્રીમ કોર્ટે કેન્દ્રને કહ્યું કે, તે બ્રિટનમાં રહેલા ભાગેડું ઉદ્યોગપતિ વિજય માલ્યાનું ભારતમાં પ્રત્યાર્પણ કરવા સંબંધી કાર્યવાહી પર આગામી 6 અઠવાડિયામાં રિપોર્ટ જમા કરવામાં આવે.  જસ્ટિસ યુ.યુ. લલિતની અધ્યક્ષતાવાળી સુપ્રીમ કોર્ટની બેંચે જણાવ્યું હતું કે ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાના પ્રત્યાર્પણ પછી યુનાઇટેડ કિંગડમમાં તેમની વિરુદ્ધ "ગુપ્ત કાર્યવાહી" થતાં સુનાવણી થઈ રહી નથી. 31 ઓગસ્ટે સમીક્ષાની અરજી ફગાવી દેવાઈ અને દોષિત ઠેરવ્યા પછી, માલ્યા તેમની સામેના અવમાનના કેસમાં સુપ્રીમ કોર્ટમાં હાજર થવાના હતા.

  • વિજ્ય માલ્યાના ભારત પ્રત્યાર્પણ મામલો
  • સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આપ્યો આદેશ 
  • 6 અઠવાડિયામાં જમા કરે રિપોર્ટ 

ન્યાયમૂર્તિ લલિતે કહ્યું કે 31 ઓગસ્ટના આદેશમાં વિદેશ મંત્રાલયના રિપોર્ટમાં ટાંકવામાં આવ્યો છે કે માલ્યા દ્વારા કેટલીક કાનૂની કાર્યવાહી બ્રિટનમાં બાકી છે. આ અંગે માલ્યાના વકીલ પાસેથી જવાબ માંગવામાં આવ્યો છે. ઇસી અગ્રવાલ દ્વારા આઈ.એ. ફાઇલ કરવામાં આવી છે, માલ્યાના વકીલ આ કેસમાંથી મુક્ત થવા માગે છે. જસ્ટિસ લલિતે વધુમાં કહ્યું હતું કે તેમની અરજી ફગાવી દેવામાં આવી છે અને અગ્રવાલ આરોપીઓ માટે વકીલ બનશે. આ પછી, ન્યાયાધીશ લલિતે કેસ સંબંધિત રિપોર્ટ ફાઇલ કરવા માટે 6 અઠવાડિયાનો સમય આપ્યો હતો. હવે આ મામલે જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં સુનાવણી થશે.

સુપ્રીમ કોર્ટે માલ્યાની કંપનીની અરજી ફગાવી

ઉલ્લેખનીય છે કે, આ પહેલા સુપ્રીમ કોર્ટે ભાગેડું ઉદ્યોગપતિ વિજય માલ્યાની કંપની યૂનાઇટેજ બ્રુઅરીઝ લિમિટેડની એક અરજી 26 ઓક્ટોબરના રોજ ફગાવી દીધી હતી. આ અરજીમાં કંપનીએ કર્ણાટક ઉચ્ચ ન્યાયાલયના કિંગફિશર એરલાઇન્સની લેણા વસૂલ કરવા માટે યુએચબીએલ બંધ કરવાના આદેશને પડકાર્યો હતો.

કર્ણાટક હાઈકોર્ટની ખંડપીઠે યથાવત રાખ્યો આદેશ

જસ્ટિસ યુ.યુ. લલિત, વિનીત સારન અને એસ.કે. રવિન્દ્ર ભટની ખંડપીઠે હાઇ કોર્ટના 6 માર્ચના આદેશને પડકારતી યુએચબીએલની અરજી પર વિચાર કરવાનો ઇનકાર કર્યો હતો. કર્ણાટક હાઈકોર્ટની ખંડપીઠે માર્ચમાં સિંગલ જજ કોર્ટના 7 માર્ચ, 2017 ના રોજ પસાર કરેલા આદેશને યથાવત્ રાખ્યો હતો. 

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના નેતૃત્વ હેઠળના બેંકોના જૂથમાં હાજર રહેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ અદાલતને માહિતી આપી હતી કે આશરે 3600 કરોડની બાકી રકમ વસૂલ થઈ છે, પરંતુ યુએચબીએલ અને માલ્યાએ હજી પણ રૂ. 11000 કરોડ બાકી છે. તેમણે કહ્યું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ કંપનીની સંપત્તિ જોડવી જોઈએ નહીં કારણ કે આ સંપત્તિ બેંક સાથે ગીરવે મૂકવામાં આવે છે અને બેંકને તેનો દાવો કરવાનો પ્રથમ અધિકાર છે.

સંકળાયેલા મુદ્દાઓ

vijay mallya ભારત વિજ્ય માલ્યા સુપ્રીમ કોર્ટ Vijay Mallya
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ