supreme court directs all states and uts to hold pending local body elections
BIG NEWS /
સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો: તમામ રાજ્યોમાં અટવાયેલી ચૂંટણીઓ ફટાફટ પુરી કરવા આદેશ, આ રાજ્યને મળી મોટી રાહત
Team VTV01:37 PM, 10 May 22
| Updated: 01:39 PM, 10 May 22
લોકલ ચૂંટણી સંબંધિત સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે તમામ રાજ્ય સરકારો અને સંઘશાસિત પ્રદેશોને નિર્દેશ આપ્યા છે કે, પેંડીંગ લોકલ ચૂંટણીને પુરી કરવામાં આવે.
લોકલ ચૂંટણી પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો
મધ્ય પ્રદેશમાં ચૂંટણીનો માર્ગ મોકળો થયો
જ્યાં પણ ચૂંટણી અટકેલી છે, ત્યાં ફટાફટ ચૂંટણી થશે
લોકલ ચૂંટણી સંબંધિત સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે તમામ રાજ્ય સરકારો અને સંઘશાસિત પ્રદેશોને નિર્દેશ આપ્યા છે કે, પેંડીંગ લોકલ ચૂંટણીને પુરી કરવામાં આવે. ઓબીસી અનામતને લઈને રાહ ન જોતા. કોર્ટના આદેશથી ખાસ કરીને મધ્ય પ્રદેશમાં સ્થાનિક ચૂંટણી કરવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. કોર્ટે એમપી ચૂંટણી પંચને નોટિફિકેશન જાહેર કરવાના પણ આદેશ આપી દીધા છે.
Supreme Court in an interim order directs Election Commission to notify the election programme of local bodies including Madhya Pradesh election within two weeks where polls are due
મધ્ય પ્રદેશમાં લોકલ ચૂંટણીમાં ઓબીસી અનામતનો મુદ્દે સતત વિવાદનો ભાગ રહ્યો છે, જેને લઈને અહીં એક વર્ષથી વધારે સમયથી લોકલ ચૂંટણી થઈ નથી. મંગળવારે આ મામલામાં સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સંવિધાનમાં દર 5 વર્ષની અંદર ચૂંટણી કરાવાની વ્યવસ્થા છે. તેથી ચૂંટણીમાં મોડુ થવું જોઈએ નહીં.
આ સાથે જ કોર્ટે ઓબીસી અનામતને લઈને પણ ટિપ્પણી કરી હતી. કોર્ટે કહ્યું કે, જે પણ પોલિટિકલ પાર્ટી ઓબીસીના પક્ષમાં છે, તે તમામ સીટો પર ઓબીસી ઉમેદવારને ઉતારવા માટે સ્વતંત્ર છે.
મધ્ય પ્રદેશમાં ચૂંટણીનો માર્ગ મોકળો થયો
સુપ્રીમ કોર્ટે મધ્ય પ્રદેશ ચૂંટણી પંચને 2 અઠવાડીયાની અંદર મતદાનની યાદી જાહેર કરવાના આદેશ આપતા OBC અનામત વિના સ્થાનિક સ્વરાજની ચૂંટણીના આદેશ આપ્યા છે. એટલે કે, મધ્ય પ્રદેશમાં OBC અનામત વિના જ સ્થાનિક સ્વરાજની ચૂંટણી થશે. કોર્ટે કહ્યું કે, છેલ્લા બે વર્ષમાં 23 હજારથી વધારે સ્થાનિક ચૂંટણીના પદ ખાલી પડ્યા છે. અનામત આપવા માટે ટ્રિપલ ટેસ્ટને પુરી કરવા માટે વધારે સમય આપી શકાય નહીં. તેથી ચૂંટણી પુરી કરાવામાં આવે.