supreme court denies to a 20 year old girl for abortion of 29 weeks pregnancy
ન્યાયિક /
29 વીકનો ગર્ભ નહીં પડાવી શકે 20 વર્ષની કોલેજિયન છોકરી, સુપ્રીમનો મોટો ચુકાદો, શું બની ઘટના
Team VTV08:47 PM, 02 Feb 23
| Updated: 08:48 PM, 02 Feb 23
કુંવારી અવસ્થામાં ગર્ભવતી બનવનાર કોલેજની એક છોકરીને તેના 29 અઠવાડિયાના ગર્ભને પાડી દેવાની મંજૂરી આપવાનો સુપ્રીમે ઈન્કાર કરી દીધો છે.
20 વર્ષની કોલેજ સ્ટુડન્ટની પ્રેગનન્સી પર સુપ્રીમનો મોટો ચુકાદો
છોકરીએ આપવો પડશે બાળકને જન્મ
29 અઠવાડિયાનો ગર્ભ નહીં પડાવી શકે
જન્મ બાદ બાળક સુખી પરિવારને અપાશે દત્તક
કુંવારી અવસ્થામાં ગર્ભવતી બની જનાર એક કોલેજિયન છોકરીના કિસ્સામાં સુપ્રીમે મોટો ચુકાદો જાહેર કરતા તેને બાળકને જન્મ આપવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે એઈમ્સના અહેવાલ બાદ કોલેજિયન છોકરીને 29 અઠવાડિયાની પ્રેગ્નેન્સી ખતમ ન કરવાની સલાહ આપી છે. સુપ્રીમ કોર્ટે એમ્સ અને મહિલા અને બાળ વિકાસ મંત્રાલયને વિદ્યાર્થીનીને સુરક્ષિત રીતે પહોંચાડવા માટે કહ્યું છે. એમ્સ અને મહિલા અને બાળ વિકાસ મંત્રાલયને છોકરીની સુરક્ષિત ડિલિવરી કરાવવાનો નિર્દેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે બાળકને જન્મ બાદ રસ ધરાવતા માતા-પિતાને સોંપવામાં આવશે જ્યાં તેનો ઉછેર સારી રીતે થઈ શકશે.
29 અઠવાડિયાના ગર્ભના ગર્ભપાત માટે સુપ્રીમ પહોંચી કોલેજિયન સ્ટુડન્ટ
એન્જિનિયરિંગની 20 વર્ષીય વિદ્યાર્થિનીએ ગત 19 જાન્યુઆરી 2023ના દિવસે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને પોતાની 29 અઠવાડિયાના ગર્ભના ગર્ભપાતની મંજૂરી માગી હતી. છોકરીએ તેની અરજીમાં એવું જણાવ્યું હતું કે તે કુંવારી માતા બનવા માગતી નહોતી, તેથી તેણે સ્થાનિક ફાર્માસિસ્ટ પાસેથી કેટલીક ગોળીઓ લીધી હતી, જેમણે દાવો કર્યો હતો કે તેનાથી ગર્ભપાત થશે પરંતુ ગોળી લીધા બાદ મને એવું લાગ્યું કે મને ગર્ભપાત થઈ ગયો છે એટલે મને શાંતિ થઈ પરંતુ મને ખબર નહોતી કે ગોળી બેઅસર થઈ છે અને ગર્ભમાં બાળક ઉછરી રહ્યું છે, 28 અઠવાડિયા બાદ મારી તબિયત ખરાબ થઈ તેથી ડોક્ટર પાસે ગઈ હતી અને ત્યારે ડોક્ટરે મને કહ્યું કે તેના પેટમાં 28 અઠવાડિયાનો ગર્ભ ઉછરી રહ્યો છે.
જન્મ બાદ બાળક સુખી પરિવારને અપાશે દત્તક
સુપ્રીમ કોર્ટને એવી પણ જાણ કરવામાં આવી કે એક પરિવાર બાળકને દત્તક લેવા માટે રાજી થઈ ગયો છે. પરિવાર પણ બાળકને સારી રીતે ઉછેરવામાં સક્ષમ છે. આ સમગ્ર મામલામાં કોર્ટે એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીને એમ્સના રિપોર્ટ મુજબ પીડિત યુવતી સાથે વાત કરવા માટે કહ્યું હતું. તેમણે વિદ્યાર્થીની સાથે વાત કરી હતી, ત્યારબાદ તે બાળકને જન્મ આપવા માટે સંમત થઈ ગઈ હતી.
પરિવાર બાળકને સ્વીકારવા તૈયાર નથી
સુપ્રીમને એવું પણ જણાવાયું કે સામાજિક દબાણના કારણે છોકરીનો પરિવાર જન્મનાર બાળકને દત્તક લેવા તૈયાર નથી. કારણ કે તે કુંવારી છે અને આવી સ્થિતિમાં સમાજમાં બદનામીનો ડર લાગે છે તેથી તેમણે તેમની છોકરીના ગર્ભપાતની મંજૂરી માગી હતી.