supreme court comments on compensation given to a child who lost his leg in a road accident
BIG NEWS /
સુપ્રીમ કોર્ટની ટિપ્પણી: પૈસાથી રોડ અકસ્માતમાં થયેલી શારીરિક અને માનસિક ક્ષતિની ભરપાઈ થઈ શકે નહીં
Team VTV11:37 AM, 30 Mar 22
| Updated: 11:38 AM, 30 Mar 22
સુપ્રીમ કોર્ટે મંગળવારે કહ્યું હતું કે, રોડ દુર્ઘટનામાં પીડિતને કોઈ માનસિક તથા શારીરિક ક્ષતિની ભરપાઈ વળતરથી થઈ શકે નહીં.
સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
રોડ અકસ્માતમાં વળતરને લઈને કરી આ વાત
વળતર તરીકે 49.93 લાખ રૂપિયા આપવાનો આદેશ
સુપ્રીમ કોર્ટે મંગળવારે કહ્યું હતું કે, રોડ દુર્ઘટનામાં પીડિતને કોઈ માનસિક તથા શારીરિક ક્ષતિની ભરપાઈ વળતરથી થઈ શકે નહીં. પણ વળતર આપવા ઉપરાંત અન્ય કોઈ રસ્તો પણ નથી. વડી અદાલતે આ ટિપ્પણી સાથે જ રોડ અકસ્માતમાં એક બાળક માટે વળતરની રકમ વધારીને 49.93 લાખ રૂપિયા કરી દીધી છે.
બાળકની અરજી પર થઈ સુનાવણી
જસ્ટિસ હેમંત ગુપ્તા અને જસ્ટિસ વી રામાસુબ્રમણ્યનની પીઠે આ વળતરની રકમ સાથે વ્યાજ પણ આપવાનો આદેશ કર્યો છે. પીઠે કહ્યું કે, વ્યક્તિગત ઈજાના મામલામાં નુકસાનનું નિર્ધારણ કરવું સરળ નથી. પીઠે એક બાળકની અરજી પર સુનાવણી કરી રહી હતી, જેમાં કર્ણાટક હાઈકોર્ટના આદેશને પડકાર આપવામાં આવ્યો હતો.
હોસ્પિટલના બિલના આધારે કોર્ટે ચુકાદો આપ્યો
હાઈકોર્ટે વાહન દુર્ઘટના દવા ન્યાયાધિકરણના 18.24 લાખ દંડની જગ્યાએ બાળકને 13.46 લાખ રૂપિયાનું વળતર આપવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે જાણ્યું કે, હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ મેડિકલ બિલ મુજબ બાળક પોતાના બંને પગથી હલનચલન કરી શકતો નહોતો. તેના પગમાં જરાંયે જીવ નહોતો. તેને પેશાબ કંટ્રોલ કરવામાં તકલીફ, કબ્જ અને સુવાની તકલીફ થવા લાગી.
અકસ્માતના કારણે બાળકની જીંદગી ખરાબ થઈ ગઈ
તેની હાલની સ્થિતિ જોતા તે આખી જીંદગી એક અટેંડેંટની જરૂર પડશે. પીઠે તારણ કાઢ્યું છે કે, દુર્ઘટનાના કારણે આ બાળકે ન ફક્ત પોતાનું બાળપણ ખોઈ દીધું છે, પણ જીંદગીના મહત્વના પાસાઓને પણ ખોઈ દીધા છે. તેના લગ્ન પણ અશક્ય છે. ત્યારે આવા સમયે તેને પુરતુ વળતર મળવું જોઈએ.